________________
૬૮૬
અહિંસાધર્મ
અને યુરોપ-અમેરિકામાં એ મતના લોકોનાં ઘણાં વનસ્પતિના ખોરાક મંડળ સ્થપાયાં છે, તેઓ તરફથી એ જાતને જ ખોરાક માટે ખરી દલીલ– મનુષ્યને લાભકારી છે એમ બતાવનારાં પુસ્તકે બહાર નૈતિક પાડવામાં આવે છે, ભાષણ અપાય છે, અને વન
સ્પતિને ખોરાક જે પશ્ચિમના દેશોમાં મેળવો કઠણ પડે છે એ સહેલાઈથી મળી શકે તે માટે જોઈતી દુકાને, રેસ્ટોરાં અને હટેલોની સગવડ કરવામાં આવે છે. વનસ્પતિના આહાર માટે એ મંડળ તરફથી જે દલીલ રજુ કરવામાં આવે છે તેમાં ઘણે ભાગે એ આહારથી તંદુરસ્તીને થતું નુકસાન અને આર્થિક દષ્ટિએ કિમતી એવી પશુસમૃદ્ધિને વિનાશ એ બે બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. કહે છે કે કેન્સર વગેરે કેટલાક રોગો માંસાહારમાં આવતા ઝીણું જતુઓથી ઉત્પન્ન થાય છે; અને માંસાહારથી શૌર્ય આવે છે એ દલીલને પણ ઉલટાં ઉદાહરણ આપીને-માંસાહાર છતાં બાયલાપણું વા નિર્બળતા, અને ધાન્યાહાર છતાં શૌર્ય વા બળ એવા મનુષ્ય વ્યક્તિના, પ્રજાના, અને મનુષ્યતર પ્રાણીઓના દાખલા ટાંકીને ઉત્તર દેવામાં આવે છે. વળી આર્થિક હિતની દૃષ્ટિએ જોઈએ તે પશુના વિનાશથી ખેતીના કામમાં પણ ઘણું નુકસાન થાય છે એ સ્પષ્ટ છે. આ સામે માંસાહારી પક્ષ તરફથી એમ દલીલ થશે કે માંસાહારથી રે. ગમે તે થવાનો સંભવ હોય, પણ એના નિવારક વા પ્રતિકાક ઉપાયોથી અથવા તે એ રોગ થતાં છતાં અન્ય લાભ વા અનુકૂળતાના બળથી પશ્ચિમમાં માંસાહારી લોક પણ લાંબો વખત જીવી શકે છે; અને પશુના માંસાહારથી ખેતીને નુકસાન થાય છે એ કબૂલ કરીએ તો પણ એ દલીલ મસ્યાહારને લાગુ પડતી નથી, બલ્ક મિસ્યાહાર ખેતી ઉપરને આહારને બોજો કમી કરે છે. હવે આ બે પક્ષની તુલના કરતાં, મારું એમ કહેવું નથી કે પહેલા કરતાં આ બીજો પક્ષ વધારે મજબૂત છે. ધાન્યાહારી માંસાહારીની પૂર્વોક્ત દલીલને બહુ સારી રીતે ઉત્તર વાળી શકે કે–નિવારક કે પ્રતિકારક ઉપાયોથી એક અનર્થ અટકાવી કે ઘટાડી શકાય તેથી કાંઈએ અનર્થની અનર્થતા ઘટતી નથી. જેમકે બાળવિવાહ છતાં ચિન્તાના અને વિદ્યાપરિ શ્રમના અભાવે કદાચ આપણા પૂર્વજો શારીરિક સ્વસ્થતા આપણું કરતાં વધારે સારી ભેગવતા હશે, પણ તેથી બાળવિવાહ અનિષ્ટ છે એ સિદ્ધા તને બાધ આવતું નથી; તે જ પ્રમાણે આર્થિક દૃષ્ટિએ જોઈએ તો પશુની બોટને લીધે ખેતી બગડે અને મેંઘી થાય, એટલું જ નહિ, પણ મસ્યાહારથી ખેતી ઉપરથી ઘટાડા બાજો એ ખેતીના જ વિકાસમાં