________________
ઉ૭૮
“સનાતન હિન્દુ ધર્મમાં પુરાણ બહુ સાહ્યકારી છે–સૂત્રને અર્થ પૂરેપૂર ગ્રહણ કરવામાં ભાષ્ય સાહ્યકારી છે તે રીતે–એમ પણ સમજવાનું છે. પણ વિશેષમાં એક ત્રીજી વાત એ છે કે જેમ વેદ ઈતિહાસ અને પુરાણુની મદદથી વાંચવા જોઈએ તેમ ઇતિહાસ અને પુરાણ વેદની મદદથી વાંચવાં જોઈએ, અને એ રીતે વાંચતાં જ એનાં ગૂઢ મર્મ સમજાય છે. ઉદાહરણ તરીકે–પુરાણનું કૃણનું ગેપ તરીકેનું વર્ણન કેટલાક વિદ્વાનો, હિન્દુસ્થાનમાં ઈસ્વી સનના આરંભની આસપાસના કાળમાં આહીર (“આભાર”) કોની વસ્તી થઈ તે સમયમાં ઉત્પન્ન થએલું માને છે. પણ જેને “વિષgોપા વા
ભ્ય એ ઋગ્યેદ સૂક્તને મન્ન સ્મરણમાં આવશે તેને કૃષ્ણનું ગોપ તરીકેનું વર્ણન પ્રાચીન વેદમાંથી આવેલું સહજ પ્રતીત થશે. અને ત્યાં “ગેપ શબ્દના અર્થ માટે શંકા રહેતી હોય તે વળી જુઓ વિષ્ણુસૂક્તિને એક બીજે મન્ન જેમાં વિષ્ણુલોકનું વર્ણન કરતાં શ્રતિ કહે છે કે “યત્ર માવો મૂરિયાત છે. તે જ પ્રમાણે, કૃષ્ણ અને અર્જુનના સખાપણુના, અને એના મૂળભૂત નર-નારાયણના દ્વન્દના, ઈતિહાસની પાછળ ફસંહિતા અને કઠેપનિષને “રણુજા રણયા” વાળ મગ્ન રહેલો છે; અને કૃષ્ણનું સારથિપણું એ, કઠોપનિષદને સામાજે રથિને વિદિ' ઇત્યાદિ રૂપકમાં આત્માને જે રથી કહ્યા છે, એના જ સહાયભૂત નેતા સારથિરૂપ પરમાત્માનું વર્ણન છેઆ સિવાય ઈતિહાસ પુરાણની કથાના બીજા અસંખ્ય ખુલાસા વેદમાંથી મળી આવે છે. આ કારણથી હ વેદ ઈતિહાસ અને પુરાણુ એમાથી કશાને અવગણવા ઈચ્છતો નથી.
હવે સનાતન ધર્મનાં પૂર્વના વક્તાએ કહેલાં કેટલાંક તત્ત્વો લઈએ. તેમા એક તો એમણે મૂર્તિપૂજા બતાવી. મૂર્તિપૂજા સામે આર્યસમાજીઓ શી રીતે વાંધે લઈ શકે છે તે મારાથી સમજાતું નથી. “ત પ્રતિમા Rારિત” એ વાક્યને અર્થ પૂર્વાપર જતાં શાસ્ત્રીજીએ બતાવ્યો તે જ છે એને મૂર્તિપૂજાના પ્રશ્ન સાથે કાંઈ પણ સાક્ષાત સંબધ નથી. પરંતુ વિશેષમાં, મને તે સમજણ એ નથી પડતી કે–યજ્ઞની વેદિ ઉપર અગ્નિ સળગાવીને અગ્નિમાં પરમેશ્વરની ભાવના કરવી અથવા તે અગ્નિ દ્વારા પરમેશ્વરને ભજો, અને જળાધારી ઉપર શિવની મૂર્તિ સ્થાપીને એ મૂતિમાં પરમેશ્વરની ભાવના કરવી અથવા તો એ મૂર્તિદ્વારા પરમેશ્વરને ભજવો, એમાં શો ભેદ છે? શિવ પૂજા સંબન્ધી વિચાર કરનારને આ તે સહજ પ્રતીત થાય એવું છે કે શતપથ બ્રાહ્મણમા શિવની અગ્નિ સાથે એકતા કહી છે એ યથાર્થ છે. અગ્નિ ભડભડીને બાળે છે સંહારે છે તેથી “૮”