________________
” “સનાતન હિન્દુ ધર્મ” * ૭૭, ગ્ર આપણા ઈતિહાસના આદિકાળમાં થયા તે વેદ યાને “શ્રુતિશબદવા છે. હવે આ ગ્રન્થ તે માત્ર સંહિતા જ નથી. મારા પૂર્વના વક્તાએ જણાવ્યું તેમ “wવદ્યાર્થરૂતિ રામધેય’ એ પ્રસિદ્ધિને આધારે “બ્રાહ્મણ” પણ વેદમાં સમાય છે. મારી વિચારપદ્ધતિને ભેદ એટલો છે કે હું કેવળ આ વચનને આધારે જ બ્રાહ્મણને વેદમાં સમાવેશ કર નથી; પણ તે સાથે એમ જોઉં છું કે ધર્મના સમગ્ર સ્વરૂપનું– ભક્તિ કર્મ અને જ્ઞાન એ ત્રણે અંશનુ—પ્રકટીકરણ માત્ર ભકિતપ્રધાન સંહિતાથી બરાબર થઈ શકતું નથી પણ કર્મપ્રધાન બ્રાહ્મણ અને જ્ઞાનપ્રધાન આરણ્યક અને ઉપનિષની એમા અપેક્ષા રહે છે અને તેથી સમગ્ર ધર્મના પ્રતિપાદક આદિ ગ્રન્થમા એ ત્રણેને સમાવેશ થવો જોઈએ. આ રીતે વેદ' શબ્દ ક્યા ગ્રન્થોને લાગુ પડવો જોઈએ એ વિચારમા આર્યસમાજીએની સામે અને સનાતન મતના પક્ષમાં હુ છુ. પરંતુ કોઈ સનાતનીઓ એમ માનતા હોય કે ઘણાના મુખમાંથી ચાર વેદ નીકળ્યા છે, તે તેમને હું “વાતુત્રવિવાયા–ચતુરગ યજ્ઞના પ્રતિપાદન માટે –અર્થાત હોતા ઉકાતા અધ્વર્યું અને બ્રહ્મા (અથર્વવિદ્) ના કાર્ય માટે– એ ઉત્પન્ન થયા છે એ ભાગવતના વચનનું સ્મરણ આપુ છુ અને સંહિતામા કa શબ્દને અર્થે યજ્ઞ અને તેથી ત્રણ એટલે યજ્ઞની દેવતા, યજ્ઞપુરુષ, યજ્ઞનું અન્તસ્તત્વ એવા થાય છે તેથી બ્રહ્માના મુખમાથી વેદ નીકળ્યાને અર્થ હુ એટલો જ સમજુ છુ કે યજ્ઞનાથી ચાર વેદની ઉત્પત્તિ થઈ
આ વિચારપદ્ધતિ અને એના ફલિત સિદ્ધાન્તમા સનાતનતાને ભગ થતું હોય એમ હું માનતો નથી.
બીજું–આમ વેદને મૂર્ધાભિષિક્ત પ્રમાણુ માન્યા છતા, હુ તે સાથે એમ પણ માનુ છુ કે –
'इतिहासपुराणाभ्यां वेदं समुपबृंहयेत्'–ઇતિહાસ અને પુરાણુવડે વેદનું સારી રીતે ઉપવૃંહણ (પુષ્ટિ અને વિસ્તાર) કરવું જોઇએ. ઇતિહાસ પુરાણ એ બ્રાહ્મણનાં પેટ ભરવા માટેનાં ગપ્પાં નથી; એમાં ધર્મ પરત્વે તેમ જ પ્રાચીન ઈતિહાસ પરત્વે ઘણું ઘણું શીખવાનું મળે છે. અને આ વાક્ય એ વડે વેદનું ઉપબહણ કરવાનું કહે છે તેટલા જ માટે હું એમને પ્રમાણું ગણું છું એમ નહિ, વાસ્તવિક રીતે એમને વેદ સાથે ગાઢ સંબન્ધ છે તેથી પણ આ ગાઢ સંબધ તે એ કે એ વેદ ઉપર એક જાતનું ભાષ્ય છે. પણ મને લાગે છે કે, એના પ્રદીપથી વેદ વાચતાં જ વેદ યથાર્થ સમજાય છે એમ જ આને અર્થ નથી; વેદને ધર્મ આપણું જીવનમાં ઉતારવા માટે ઈતિહાસ