________________
જૈન અને બ્રાહ્મણ કર્તવ્ય અગ્નિહોત્ર છે, અગ્નિહોત્રનું તત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કર્યું છે. આ તત્વને કાશ્યપ ધર્મ એટલે કે ઋષભદેવને ધર્મ કહેવામાં આવે છે. બ્રાહ્મણનાં લક્ષણોમાં પણ અહિંસાધર્મ ગણાવ્યો છે. બૌદ્ધ ધર્મના ગ્રંથામાં પણ બ્રાહ્મણનાં એવાં જ લક્ષણે આપ્યાં છે. બ્રાહ્મણના જીવનમાં જે ખામીઓ પ્રવેશી હતી તે ધર્મની મૂળ ભાવના બગડીને થએલી હતી, અને જૈનોએ તે ખામીઓ સુધારવા પ્રયત્ન કર્યો હતો. જેનોએ
तसे पाणे बियाणेत्ता संगहेण य थावरे ।।
जो न हिंसा तिविहेणं तं वयं वूम माहणं ॥ જે ત્રસ (ચર) તથા સ્થાવર (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ) પ્રાણુઓને સારી રીતે (સંક્ષેપ તથા વિશેષ કરીને) જાણે છે–અને ત્રણ પ્રકારે (મન વચન અને કાયાએ કરીને) એમની હિંસા કરતા નથી તેને અમે “બ્રાહ્મણ કહીએ છીએ.
कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया ।
मुसं न वयई जो उ तं वय बूम माहणं ॥ =જે ક્રોધ, હાસ્ય (મશ્કરી) લોભ કે ભય થકી પણ કદી જૂઠું બોલતો નથી તેને અમે “બ્રાહ્મણે કહીએ છીએ.
चित्तमन्तमचित्तं वा अप्पं वा जइ वा बहुं ।
न गिण्हइ अदत्तं जो तं वयं बूम माहणं ॥ =જીવતી કે જડ, અલ્પ કે બહુ, કોઈ વસ્તુ, વગર આપી જે લેતો નથી તેને અમે “બ્રાહ્મણ” કહીએ છીએ.
जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा ।
एवं अलित्त कामेहिं तं वयं बूम माहणं । =જેમ જળમાં ઊગેલુ કમળ જળ થકી ભીંજાતું નથી, તેમ કામ (સંસારના સુખ માટે ઈચ્છાતા પદાર્થો) વડે જે લેખાતા નથી તેને અમે બ્રાહ્મણ' કહીએ છીએ.
नवि मुण्डिएण समणो ओंकारेण न वम्भणो। न मुणी रण्णवासेणं कुसचीरेण तावसो ॥ समयाए समणो होइ बम्भचेरेण बम्भणो ।
नाणेण य मुणी होइ तवेणं होइ तावसो । ૧. જે ભયથી ત્રાસીને ખસી શકે છે–હાલતાં ચાલતાં. ૨. તેમ જ કરવું, કરાવવું, અને અનુમોદન આપવું.