________________
૬૬૮
જૈન અને બ્રાહ્મણ
પણ ઐતિહાસિક સત્ય ખાતર છે. આ ભારતવર્ષના ધાર્મિક ઇતિહાસનું સત્ય જ એ છે, એમ કહું તે પણ અયેગ્ય નથી.
આપણા ઇતિહાસમાં જૈન તેમ જ બ્રાહ્મણ ધર્મના પાછલા કાળમાં જૈન અને બ્રાહ્મણ લેખકેાએ એક ખીજાના ધર્મનાં ખંડના કરવાના પ્રયત્ના કર્યાં હતા. પણ ક્રાઈથી સનાતન તત્ત્વનું ખંડન થઈ શક્યું નથી એ જોવા જેવું છે. આપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈ એ તે વૈદ્ય સૌ ગ્રન્થામાં પુરાતન છે. પણ વેદધર્મની શરૂઆત વેગ્રન્થથી જ નથી. એ વેદમાં જોવાથી જણાય છે કે વેદ પહેલાં પણ આપણા સનાતન ધર્મ પ્રવર્તતા હતા. જૈન ગ્રંથા પણ એ જ સત્યની સાક્ષી પૂરે છે. વેદધર્મ એ બ્રાહ્મણેાએ જ ઊપજાવેલ ધર્મ નથી. વેના સમયમાં પણ જૈનનું અહિંસાતત્ત્વ તે। હતું જ. ઋગ્વેદસંહિતાના અભ્યાસીઓ જોઈ શકશે કે દેવ વગેરેને જે પદાર્થો અર્પવામાં આવતા તે વિશેષ ભાગે દૂધ અને ઘી વગેરેના જ આપવામાં આવતા. વેયુગમાં પણ પશુહિંસા સાર્વત્રિક નહાતી. જો કે તે વખતે હિંસા થતી જ નહેાતી એમ હુ કહેતા નથી, અને જૈન ભાઈ એ એમ માનતા હોય કે એક સમય એવા હતા કે ધર્મને અંગે કાઈ પણ સ્થળે હિસા થતી જ નહાતી અને તે પહેલવહેલી વેદધર્મીઓએ જ દાખલ કરી તેા તે ઐતિહાસિક સત્ય નથી. હાલ જેમ સત્ત્વ, રજો અને તમેગુણી પુરુષા છે તેમ તે સમયે પણ હતા અને તેથી તે પેાતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ધર્મો પાળતા હતા એમ ઇતિહાસથી જણાય છે.
ઐતરેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે સૌથી પ્રથમ પુરુષમેધ હતા, ત્યારબાદ અશ્વમેધ થવા લાગ્યા, અશ્વમાંથી અજા અને અજામાંથી પણ છેવટે ડાંગરમાં યજ્ઞની સમાપ્તિ મનાવા લાગી. આવી રીતે ધર્માં શુદ્ધ થતા ગયા. મહાવીર સ્વામીના સમયમાં પણ એવી જ સ્થિતિ હતી, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલા વિજયધેાષ અને જયÀાષના સંવાદ ઉપરથી જણાઈ આવે છે. એ સંવાદમાં પ્રાચીન બ્રાહ્મણત્વનું સ્મરણ કરી ખરા બ્રાહ્મણ કાને કહેવા એ સ્પષ્ટ કર્યું છે, યજ્ઞનું યથાર્થ સ્વરૂપ બતાવ્યુ છે. વેદનું ખરૂં जायरूपं जहा मिट्ठ निद्धन्तमलपावगं । रागदोसभयाईयं तं वयं वूम माहणं ॥
+
=અગ્નિમાં જેને મેલ ધમી નાંખ્યા છે એવું અને એપેલું જે સાનું એના જેવા જે છે ( મેલ અને પાપ જેનાં નષ્ટ થઈ ગયાં છે ) તથા જે રાગદ્વેષ અને ભયરહિત છે તેને અમે ‘બ્રાહ્મણ' કહીએ છીએ.