________________
શંકરજયન્તી
આડે આવતી નથી ? શું ગોખલે અને પરાંજપેની આપણને જરૂર નથી? સુખની ઇચ્છાને ત્યાગ–એની કર્તવ્ય કરવામાં પગલે પગલે જરૂર પડે છે. અને એ જ વૈરાગ્ય છે. વળી, આ લોકનાં સુખ સાથે પરલોકનાં સુખ પણ ત્યજવાને અન્ને ઉપદેશ કરેલો છે. કારણ કે પરલોકમાં સુખ પામવાની આશાએ આ લેકનાં સુખ ત્યજવાં એ તે માત્ર વણિકવૃત્તિ છે. એવી આશાએ યજ્ઞ કરનારાઓમાં નિર્દયતા સ્વાર્થ વગેરે ક્ષુદ્ર વૃત્તિઓ કેવી પ્રવર્તતી હતી એ બુદ્ધ ભગવાને સારી રીતે જોયું હતું, અને તેથી તેમણે સ્વાર્થવૃત્તિનું બીજ જે અહંભાવ (આત્મવાદ) તેને ઉચ્ચ નિષેધ કર્યો હતો. વૈરાગ્ય સાથે શમ દમાદિ સાધનસંપત પણ જોઈએ. અન્તમાંથી વિષયવાસના છેડી દેવી (શમ); બાહ્ય વૃત્તિને દબાવવી (દમ); વિષય તરફથી વૃત્તિને તદન વાળી દેવી (ઉપરમ); દુઃખ સહન કરવો પડે છે તે આત્મબળથી સહન કરવાં (તિતિક્ષા); વેદ “તરમણિ” “પતવાચક સર્વ' આદિ વાક્યમાં જે ઉન્નત અને ઉદાર ભાવના પ્રતિપાદન કરી છે તે ખરી છે, અને એ ભાવના જગતમાં પ્રવર્તાવવા આચાર્યો જે જાત અનુભવથી ઉપદેશ કરે છે તે હવાઈ નથી પણ અનુભવમાં ઉતારી શકાય એવું સત્ય છે એવી શ્રદ્ધા રાખવી; અને વૃત્તિમાત્રનું પરમ લક્ષ્ય જે પરમાત્મા એનામાં ચિત્ત સ્થાપવું (સમાધાન)--એ છ વાનાં આ સાધનસંપમાં આવે છે. મનુષ્યના આચાર-વિચારની સઘળી ઉન્નતિ પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. નિત્ય-અનિત્ય વતને વિવેક કરતાં કરતાં અનિત્ય વસ્તુ ઉપરથી વૈરાગ્ય થાય છે, અને એ વૈરાગ્યમાંથી આ છ સાધનોનું સેવન શરૂ થાય છે. પણ એ સર્વની પાછળ અધિકારનું ચોથું અંગ જે મુમુક્ષત્વ તે જોઈએ. એ મુમુક્ષત્વ તે સંસારમાંથી છૂટવાની તીવ્ર વૃત્તિ છે—એ ધર્મ માત્રનું અન્તસ્તત્વ છે. એક માણસના વાળ સળગ્યા હોય અને તે જેમ જળાશયમાં પડવા દે, તેમ સંસારની અનિષ્ટતાનું તીવ્ર ભાન પામી પરમાત્માનો સાક્ષાત્કાર કરવા તલપવું જોઈએ. આવી વૃત્તિ જેનામાં ઉદય પામી નથી તે બ્રહ્મજ્ઞાનને અધિકારી નથી.
આમ ટૂંકામાં મેં આપને શંકરાચાર્યને તત્ત્વજ્ઞાનનો સિદ્ધાન્ત, અને એ સિદ્ધાન્તને અનુભવ પામવા માટે જોઈતી અધિકારસામગ્રી નિરૂપણ કરી. હવે શંકરાચાર્યના ઉપદેશ સંબધે આપણું સામાન્ય લોકમાં કેટલીક બ્રાતિ પ્રવર્તે છે. તે વિષે થોડુંક કહી મારું ભાષણ સમાપ્ત કરીશ.