________________
શ’કરજયન્તી
" दृष्टि ज्ञानमयीं कृत्वा पश्येद् ब्रह्ममयं जगत् सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी "
૯૫૭
=“જ્ઞાનમય ષ્ટિ કરી સધળું બ્રહ્મમય જોવું—આ પરમ ઉદાર દિષ્ટ છે; નાકની અણી જોયા કરવી એ નહિ.” એ જ પ્રમાણે ખરા રેચક અને પૂરક, પ્રપંચને નિષેધ કરી સર્વત્ર પરમાત્માને ભરવા એ જ છે—ઊંચા નીચા શ્વાસ લેવા ઇત્યાદિ નથી એમ કહે છે. આ શ્વાસ લેવાથી શારીરિક લાભ ગમે તે હૈ, યેાગશાસ્ત્રના વિષય ભલે રસિક અને જાણવા શોધવા લાયક હા—પણુ શાંકરસિહાન્તમાં તે બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે આ ચેગના સ્પષ્ટ નિષેધ છે એ હુ આપને જણાવું છું.
શકરાચાર્ય પ્રમાણે આ અનુભવ પામવા માટે પ્રથમ ચતુરંગ અધિકાર પ્રાપ્ત કરેલા હેાવા જોઇએ. તે (૧) નિત્યાનિત્યવસ્તુવિવેક; (૨) ઇહામુત્રાર્થલભાવિરાગ; (૩) શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્દા સમાધાન એ ષટ્ સાધનસંપત્ અને (૪) મુમુક્ષુત્વ. આ ચારે અંગેા ગમે તેમ લઈ ગણાવ્યાં છે એમ નથી. એની પ્રકારરચનામાં માનસશાસ્ત્રનું ઊંડું અવલેાકન કર્યું છે. પરમાત્મા તે જીવાત્માની અમુક વૃત્તિથી અનુભવી શકાય છે એમ નથીઃ એને અનુભવવા માટે અખડ આત્મા જોઇએ; અને એ આત્મામાં ‘Intellect,' · Emotion, ' ' Moral Will ' અને ‘ Religious Sense ' એ ચાર વાનાં આવે છે. અને એ જ ચાર, ક્રમવાર, ઉપરના અધિકારવિભાગમાં સમાયેલાં છે. એક તે નિત્ય અને અનિત્ય વસ્તુને એક ખીજાથી જુદી એળખવી જોઇએ ( વિવેક, ) બજારમાં કપડું ખરીદવા ગએલા માણસ લીલા પીળા પણ કાચા એવા ર્ગથી મેાહી જાય, અગર તેા કાંજી ચઢાવેલા કડકડતા પણુ કાહેલેા એવા માલ લઇને ધેર આવે, તે તેને તમે કેવા કહેશે ? સંસારના પતંગીઆ રંગથી મેાહી જઈ, ખરી વસ્તુને—પરમાત્માને ગુમાવી બેસનાર, મનુષ્ય આ કરતાં સહસ્રગણા મૂર્ખ છે. માટે આ ખાખતમાં ખરી સારગ્રાહી ર્દષ્ટિ પ્રાપ્ત કરવી એ પહેલી જરૂરિયાત છે. તે સાથે ખીજી ખાખત તે વૈરાગ્ય છે. એ વૈરાગ્ય તે આ લેાકનાં તેમ જ પરલોકનાં સુખ ભાગવવા પ્રત્યેના. કેટલાક કહેશે કે અત્યારે હિન્દુસ્થાનને વૈરાગ્યની જરૂર છે? તા તેઓને પૂર્ણ આગ્રહથી આપણે ઉત્તર આપીશું કે—ખેશક વૈરાગ્યની જરૂર છે. શું આપણા દાક્તરી વકીલા અધ્યાપકા વગેરે દેશ૫દેશક અને દેશસેવક વર્ગમાં વૈરાગ્યની ખામી અનેક સારાં મૃત્યા કરવામાં
૮૩