________________
શંકર જયન્તી
૬૫૫
સંબન્ધ જેવો એકે સંબન્ધ નથી. આ એકતા તે માત્ર વાણીની નહિ–આપે પણ, સાંભળ્યું હશે કે “ટાઈટેનિક' સ્ટીમર ડૂબી તે વખતે કેટલીક સ્ત્રીઓને એમને જીવ બચાવવા માટે પતિ પાસેથી પરાણે વિખૂટી પાડીને હોડીમાં ઉતારવા માંડી પણ તે ન ઊતરી “They refused to be torn from their husbands.”—અને પતિની સાથે જળશયન કર્યું આવી એકતા જીવાત્માએ પરમાત્મા સાથે કરવી જોઈએ. હજી પણ આમાં કાંઈ ભેદભાવ જણાતું હોય તે તે નિવારવા શ્રુતિ બે ત્રણ શબ્દમાં કહે છે કે “તારામ”—બતે તું છે.” આ કરતાં જીવાત્મા અને પરમાત્માની એકતા વધારે ટૂંકામાં દર્શાવાતી નથી. આ જીવાત્મા અને પરમાત્માના સંબધની ' ભૂમિકામાં સર્વોપરિ છે–સર્વ પ્રાસાદનું શિખર છે. પણ આ સર્વ રૂપકે તમે કહેશે કે મનુષ્યનાં (“anthropomorphic) છે. આપણું શું મનુષ્યનું (“anthropomorphic') નથી ? મનુષ્યનું તે મનુષ્યનું હોય એમાં શી નવાઈ? પણ એ રૂપકે મનુષ્યનાં છે, અને તેથી તે તત્વને પૂરેપૂરું નિરૂપી શકતાં નથી એ પણ સાથે જ સ્વીકારવું પડે છે. કૂતરાને જગત દીસે છે તે કરતાં મનુષ્યને જુદું જ દીસે છે, અને મનુષ્યમાં પણ સર્વને એક સરખું દીસતું નથી–અને મનુષ્ય પોતાના જ્ઞાનની મર્યાદા સમજે છે એટલે પિતાનાં સઘળાં રૂપને નિષેધ કરીને રેતિ નેતિ”="એ નહિ એ નહિ એમ કહે છે. અને શંકરાચાર્ય પણ–
" न चैकं तदन्यद् द्वितीयं कुतः स्यात् न वा केवलत्वं न चाकेवलत्वम् । न शून्यं न चाशुन्यमद्वैतकत्वात्
कथं सर्ववेदान्तसिद्ध ब्रवीमि ।" એમ એ અવાલ્મનસગોચર તત્વ પર મૌન ધારણ કરવું ઉચિત ધારે છે. છતાં શંકરાચાર્યે પિતાના ગ્રન્થમાં જુદે જુદે સ્થળે જે રૂપકે વાપર્યો છે તે પકડી લઈ એમાંથી શંકરાચાર્યના પછીના વખતમાં કેટલાક વાદે ઉત્પન્ન થાય છે. એ વાદ વસ્તુતઃ શાંકરસિધાન્ત કરતાં અધિક નથી રેકેટ (હવાઈ) આકાશમાં ચઢીને ફાટે અને એમાંથી રાતા લીલા પીળા અનેક તારાઓ નીકળે તેમ “તવમસિ'ના શાંકરસિદ્ધાન્તમાંથી એ વા નીકળ્યા છે. એને હું આપને ડુંક દિગદર્શન કરાવું. કેટલાક કહે છે–જેમ એક સૂર્ય કે ચન્દ્રનાં અનેક જળાશયમાં પ્રતિબિમ્બ પડી એ અનેક દેખાય છે તેમ એક પરમાત્મા અનેક રૂપે દેખાય છે. આ બિમ્બપ્રતિબિમ્બવાદ. પણ આ