________________
શ્રિવણ
અભિમાન કરવા લાયક રહી નથી એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ. પણ આપણા ધર્મને સમગ્ર ઈતિહાસ અને વિસ્તાર ધ્યાનમાં લઈશું તો એમાં એવી એવી ખૂબી રહેલી પ્રતીત થશે કે જે બીજા ધર્મમાં એટલી સોષકારક રીતે મળવી અશક્ય છે–એટલું જ અમારું તાત્પર્ય છે – (પ્રથમ, સુદર્શન ઈ. સ. ૧૮૯૭. પછી, વસન્ત વિ. સં. ૧૯૫૮ માઘ.
શ્રવણ
"आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः "આત્માનું શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું” એ કૃત્યનુસાર શ્રવણ” “મનન” અને “નિદિધ્યાસન’ એ ત્રણ મોક્ષનાં સાધન મનાય છે, અને એ ત્રણમાં પણ “શ્રવણ ને પ્રથમ પદ મળે છે, કેમકે એના ઉપર જ મનન અને નિદિધ્યાસનને આધાર છે. આપણામાંથી ઘણાખરા
પ્રાચીન શાસ્ત્રીપુરાણુઓ પાસે “શ્રવણ કરે છે, અને એ રીતે આત્માનું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખે છે, પણ વસ્તુતઃ કેવા શ્રવણથી લાભ છે, કવું શ્રવણ શાસ્ત્રીય છે એ વિષે બહુ વિચાર કરવામાં આવતો હોય એમ જણાતું નથી.
(૧) કેટલીક વાર, એક ભૂલ તે એ થાય છે કે “શ્રવણ ને અર્થગ્રહણ સાથેને તાવિક સંબન્ધ વસ્તુતઃ ધ્યાનમાં લેવાતું જ નથી. “શ્રવણ એટલે સાંભળવું, અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણ થયું એમ ઘણુવાર કૃતકૃત્યતા માની લેવાય છે. પરંતુ નિરક્ત (એક વેદાંગ) કાર યાસ્કમુનિને આ બાબત જુદો મત છે અને તે યથાર્થ છે. કેમકે જે સમય પૂર્વોક્ત “ ના વા રે તાર” ઇત્યાદિ શ્રુતિને વિશ્વમાં પ્રકાશ થયો ત્યારે સંસ્કૃત ભાષા લોકમાં બહુધા પ્રચલિત ભાષા હતી, અને શબ્દનો ઉચ્ચાર થતાં જ સાધારણ મહિના અને
ગ્ય સંસ્કાર પામેલા મનુષ્યને અર્થગ્રહણ પણ થઈ જતુ. આમ હોવાથી શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અર્થગ્રહણ પણ કરી લેવું તેનું નામ