________________
૬૪૦
અનાસકિતગ છેડવાથી થાય છે. પણ એ આસકિત છોડવી સહેલી નથી. અર્જુનને આ મુશ્કેલી સમઝાઈ હતી, અને તેથી એ કૃષ્ણને કહે છેઃ
चश्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ પ્રથમ સાંખ્ય જ્યારે પુરુષને પ્રકૃતિથી મુકત કરે એટલું કહીને અટક્યો, ત્યારે શી રીતે મુક્ત કરે એ પ્રશ્ન ઊડ્યો– અને એમાંથી સાંખ્યની પરિપૂર્તિમાં ગદર્શન ઉત્પન્ન થયું. પણ યોગમાં જે “ચિત્તવૃત્તિનિરોધને ઉપદેશ કર્યો છે એને પણ આચરવો સહેલો નથી. તેથી અજુને એથી આગળ જઈને ખુલાસો કરવા કૃષ્ણને વિનંતિ કરી છે. કૃણે જોયું કે આ પહેલાં એને ધ્યાનની પ્રક્રિયા બતાવી હતી. પણ અર્જુન એકદમ સાંખ્ય તે શું, પણ ધ્યાન એટલે યોગની પદ્ધતિથી પણ પ્રકૃતિપુરુષને વિવેક કરી શકે એમ નથી. એને તે સામાન્ય જનને પણ સરળ એવો કોઈ માર્ગ બતાવો જોઈએ. આ માર્ગ તે ભકિતમાર્ગ છે અને એ જ્ઞાનમાર્ગ કરતાં સહેલો છે, પણ ઊતરતો નથી. તે માટે કૃષ્ણ અર્જુનને સાતમા અધ્યાયથી બારમા અધ્યાય સુધી પરમાત્માનું સ્વરૂપ સમઝાવે છે, એને જગમાં અનેક વિભૂતિરૂપે અનુભવ કરતાં શીખવે છે. આખરે ભગવાનની કૃપાથી એક અદ્ભુત ક્ષણે એને આ વિશ્વમાં ત્રિકાળ વિરાજતા– ભૂત વર્તમાન અને ભવિષ્યમાં વ્યાપી અને પ્રવર્તી રહેલા–પરમાત્માનું દર્શન થાય છે. પછી પ્રકૃતિ-પુરુષને ભેદ સમઝાય છે, પ્રકૃતિના ગુણો સમઝાય છે, એ ગુણેમાં પણ મનુષ્યની ભાવનાની તૃપ્તિ નથી. એની પણ પાર જવાનું છે. અને તે મહાનદી પ્રભુને હાથ ઝાલ્યા વિના તરાય એમ નથી બ૯ પ્રભુ પોતે જ આપણે હાથ ઝાલે તો જ તરાય એમ છે. આ “શરણાગતિ ગિ” અને એ કરતાં પણ અધિક એવો “પુષ્ટિગ.
" नायमात्मा प्रषचनेन लभ्यो न विधया न बहुना श्रुतेन । यमेवेष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम" ॥
ઉપનિષદુ [વસત, કાર્તિક–પષ, સંવત ૧૯૯૪]