________________
અનાસક્તિયોગ
૬૬૯
he may inflict on others. He is the happy or 'blessed' man as well as the good man”.
Aldous Huxley ("Means and Ends"). ઉપર ઊતારે અમે પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર આ©સ હકસ્લીના Means and Ends” નામના એક સુન્દર તેમ જ ગંભીર વિચારથી ભરપૂર એવા એક તાજા પુસ્તકમાંથી આપ્યો છે. આ ઊતારે આપવાનો હેતુ ગીતાજીના મહાન ઉપદેશને આ પરદેશી વિદ્વાનને ટેકો છે એમ બતાવવાનું નથી. બલ્ક એને કોઈ દેશી વિદ્વાનના ટેકાની પણ જરૂર નથી. સમસ્ત બ્રહ્માંડ ગીતાજીના મહાન ઉ૫દેશથી ગાજી રહ્યું છે તેને પામર મનુષ્ય, પ્રાચીન કે અર્વાચીન, પૌર્વાત્ય કે પાશ્ચાત્ય, શે ટેકે આપી શકે એમ હતું? માત્ર એ ઉપદેશના પડઘા એક અણધારી ગુહામાં પડતાં આનન્દ થયે, અને તેથી તે અહીં ઊતારી સંભળાવું છું.
એના ઉપર લાંબું પ્રવચન કરવા પૂરતી અન્ને જગ્યા નથી. માત્ર થડ જ શબ્દ ઉમેરી શકાય એમ છે.
અનાસક્તિ” એ સાંખ્યના મેક્ષશાસ્ત્રને સુપ્રસિદ્ધ ઉપદેશ છેઃ એમાં મેક્ષનું સ્વરૂપ પુરુષે પ્રકૃતિ પરની આસક્તિમાંથી છૂટવું એવું માનવામાં આવ્યું છે. આ અનાસક્તિની સાધનામાં અને સિદ્ધિમાં જીવનવ્યવહાર ઉપર અસર કરતું કેવું આધ્યાત્મિક બળ રહેલું છે એ જોવું હોય તે મહાત્મા ગાંધીજીનું દષ્ટાન્ત આપણા આગળ પ્રત્યક્ષ છે.
પણ આ અનાસક્તિ” સંબધી પ્રશ્ન એ થાય છે કે અનાસક્તિ તે એક સાધન છે કે સાધ્ય? અર્થાત, એ વડે કાંઈક બીજું—એ થકી પર–સાધવાનું, પ્રાપ્ત કરવાનું છે, કે પોતે જ સાધ્ય છે, એટલે કે એ એવી સ્થિતિ છે કે એ પ્રાપ્ત કર્યા પછી બીજું પ્રાપ્ત કરવાનું કાંઈ રહેતું જ નથી? આ પ્રશ્નને ઉત્તર ગીતામાં સાંખ્યને એક “યોગ' એટલે કે જીવાત્માને પરમાત્મા સાથે જોડવાના સાધનરૂપે નિરૂપીને આપ્યો છે. એટલે કે, અનાસક્તિ એ જાતે “સાધ્ય નથી, પણ એ વડે કાંઈક બીજું જ સાધવાનું છે. અને તે પરમાત્મા સાથે જીવાત્માને સંબન્ધ. એ સંબધે કાંઈ ન સાધવાને નથી, પણ છે તેને જ ફરી સચોટ રીતે–એટલે કે અન્તઃ કરણમાં પ્રત્યક્ષ રીતે અનુભવવાને છે. અને તેટલા જ માટે એને ભગવદ્ગીતામાં “રવૃતિ' કહેલ છે. કેટલાકને આ અનુભવ પ્રકૃતિ ઉપરની આસક્તિ