________________
૬૦૬
કવિ અને મહાત્મા
(૩) પ્રકૃતિ અને પુરુષ મળી એક અખંડ વિશ્વ બને છે, જેમાં ..
પરમાત્મા પણ કાંઈ ફેરફાર કરી શકે નહિ–એ ખરું, (૪) પણ, એને ઉત્તર કે–પ્રકૃતિ અને પુરુષ–દસ્ય અને દ્રષ્ટા
–બેને સંબન્ધ વધારે ઊંડા ઊતરીને તપાસતાં જણાય છે કે પ્રકૃતિ પુરુષને ઘડે છે તે કરતાં પુરુષ પ્રકૃતિને ઘડે છે એમ
કહેવું વધારે ઊંચું અને વધારે સાચું છે. અને (૫) મનુષ્યજાતિની સંસ્કૃતિ (Civilization) એ પુરુષની પર
માત્મા પ્રત્યેની પ્રાર્થનાની, અને પ્રાર્થનાના ફળ રૂપે પ્રકૃતિ ઉપર એણે મેળવેલા વિજયની, સનાતન ઘોષણું છે.
[ વસન્ત, વૈશાખ સંવત ૧૯૭૭]
૧૧
કવિ અને મહાત્મા હાલમાં “મોડર્ન-રિવ્યુ” માં કવિવર રવીન્દ્રનાથ ઠકકરે અસહાગ સામે પ્રબળ આક્ષેપ કર્યો છે અને મહાત્મા ગાંધીજીએ એને, “યંગ ઈન્ડિયા માં ઉત્તર આપ્યો છે.
કવિશ્રીએ ત્રણ પત્ર લખ્યા છે તેમાં પહેલામાં મહાત્માજીએ હિન્દુ- ' સ્થાનમાં જે આધ્યાત્મિક સત્ત્વ જાગ્રત કર્યું છે, તથા “નારાયણસેના કરતાં નારાયણને મહિમા સ્વીકાર્યો છે, એની કવિએ પ્રશંસા કરી છે. બીજામાં ગાંધીજીના અસહયોગ સામે સખત વાંધો લીધો છે કે અસહગ એ અભાવાત્મક છે, ભાવાત્મક નથીઃ બૌદ્ધ ધર્મ જેમ “નિર્વાણ” એટલે કે દી બૂઝવવાને ઉપદેશ કર્યો x પણ ઉપનિષદની માફક બ્રહ્મભાવ યાને આનન્દપ્રાપ્તિ ન બતાવી–તેમ ગાંધીજી શાળાઓ ત્યજાવે છે, પણ જ્ઞાનપ્રાપ્તિની યોજના કરતા નથી એમ દષ્ટાન્તપૂર્વક કવિને આક્ષેપ છે.
મે માસના મોડર્ન રિવ્યુમાં પ્રકટ થયા છે. + અર્જુન અને દુર્યોધન વચ્ચે કૃષ્ણ અને એમની સેનાની વહેચણી થઈ –ત્યારે અને કૃષ્ણ માગી લીધા અને દુર્યોધને કૃષ્ણની સેના પસંદ કરી. * ગૌતમ બુદ્ધને પિતાને ઉપદેશ જુદા તાત્પર્ય હતો–અહંતા બુઝવવાને હતે–એમ આ લેખકનું માનવું છે.