________________
' પ્રાર્થના
૬૦૫
જ છોડી દીધુતાં ત્યારે જ એણે
પગલું ભરીને જોતાં, મનુષ્ય પ્રકૃતિના નિયત્રણથી મુક્ત થઈ જાય છે, અને જે જે ઈચ્છે છે તે તે સાધે છે, જે જે માગે છે તે તે પામે છે. પ્રકૃતિના ગ્રાહથી છૂટવા ચેતન આત્મા ઊડી ચીસ પાડે અને ચૈતન્યધન પરમાત્મા એને છોડાવે નહિ એ સંભવિત છે? ધર્મને વરેલી ભતિને એ દુષ્ટો કનડવા જાય અને તે વખતે એ અતિ “પ્રભુ, મહારી લાજ રાખો ! એમ ઊંડા હદયથી ઉચ્ચારે તે પ્રભુ એની લાજ કેમ લૂંટાવા દે? લૂંટાવા દે તે પરમાત્માએ આ જગત નું સુકાન છેડી દીધુ જાણવું, આ જગત દેવનું મટી અસુરનું થઈ રહ્યું સમઝવું. સ્થલ દષ્ટિએ જોતાં જ્યારે જીસસની પ્રાર્થના ન સંભળાઈ અને પ્રભુએ એને ત્યજી દીધો, તે જ વખતે એણે એને વસ્તુતઃ ત્યજી દીધું નહતું, બલકે સ્વીકાર્યો હતો, અને તે જ દિવસથી ચૂરેપમાં એના ધર્મરાજ્યનું ચક્રપ્રવર્તન આરંવ્યું હતું.
ઊંડા હદયની પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. પણ તે દેવ પ્રત્યે હોવી જોઈએ, અસુર પ્રત્યે નહિ. જગત ઊંધુ વળી જાઓ, એના નિયમો તૂટી જાઓ, તેજને સ્થાને અધકાર વ્યાપી રહે, પુણ્યને બદલે પાપ પ્રવર્તી–એવી પ્રાર્થના તે “પ્રભુ ! તમે આ વિશ્વમાં ન હૈ !” એમ કહેવા સમાન છે. એવી પ્રાર્થના ન સંભળાય તે પ્રભુ સાભળતો નથી એમ ન કહેવાય, કારણ કે એવી પ્રાર્થના અસુર પ્રત્યે જ છે ઈશ્વર પ્રત્યે નથી. એથી ઉલટા પ્રકારની પ્રાર્થના કદી સંભળાયા વિના રહી નથી, અને મનુષ્યજાતિને સમગ્ર ઇતિહાસ એને સાક્ષી છે. જગત પરમાત્માના નિયમથી ચાલો, એ નિયમના પ્રભાવથી જગતનું કલ્યાણ થાઓ, જગતના અંધારા ખુણાઓમા નવા જ્ઞાનનાં કિરણે પડે, જગતમા પાપનો ક્ષય થાઓ અને પુણ્યની વૃદ્ધિ પામે–એ જ મનુષ્યજાતિના ઈતિહાસમાં એની ઊંડી ઈચ્છા જોવામાં આવે છે, અને એ જ ઈચ્છા સફળ થઈને, મનુષ્ય જાતિ જગલી દશામાંથી નીકળી સંસ્કારવાળી દશામાં પગલાં ભરતી જાય છે. સાર(૧) પ્રાર્થના સામે વાધ કે–પ્રાર્થનાથી પ્રકૃતિના નિયમને ઉલટાવી
શકાય નહિ; પ્રકૃતિ કાર્યકારણના નિયમથી બંધાએલી છે. (૨) એને ઉત્તર કે પુરુષ પ્રકૃતિની કાર્યકારણ પર પરાને પ્રતિક્ષણે
તેડે છે, એ પરંપરાની વચમાં પડે છે.