________________
પપ૪
સૂત્રકૃતાંગ જગતને વિચાર કરનારાઓમાં શ્રમણ અને બ્રાહ્મણ ગણાવ્યા છે (પૃ. ૧૩૬) તે જ પ્રમાણે ઉત્તરાધ્યયન વગેરે અનેક પ્રતિષ્ઠિત જૈન ગ્રન્થોમાં “બ્રાહ્મણની પ્રશંસા કરી છે અને ખરે બ્રાહ્મણ કેણુ એ સમઝાવ્યું છે. બેશક એ પ્રશંસા ખરા બ્રાહ્મણની જ છે, પણ ખરા “જન થયા વિના કયા જૈનને વર્તમાન બ્રાહ્મણની નિંદા કરવાનો અધિકાર છે? અને એ જ પ્રમાણે ખરા “બ્રાહ્મણ” થયા વિના વર્તમાન જનની નિંદા કરવાને પણ દરેક બ્રાહ્મણને અધિકાર નથી. અને બ્રાહ્મણ ખરે બ્રાહ્મણ થશે, અને જૈન ખરે જન થશે, પછી નિન્દાને અવકાશ જ ક્યાં રહ્યો ? ઉભયની, બ્રાહ્મણોની તેમ જ જૈનેની, બંનેના ગ્રન્થ એકઠા કરી એમાંથી આધ્યાત્મિક ઉચ્ચ જીવનને ઉપયોગી થતા આચારવિચાર જીવનમાં ઉતારવાની ફરજ છે.
પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનના અભ્યાસીને સૂત્રકૃતાંગમાં નોંધેલા વિવિધ જૈનેતર સિદ્ધાન્ત જાણવા જેવા અને રસ ઊપજાવે એવા છે. એવી જ નોંધ બૌદ્ધ ધર્મના બ્રહ્મજાલસુત્તમાં પણ મળે છે. પણ એ સિદ્ધાતોના સમયને પ્રશ્ન તત્ત્વજ્ઞાનના ઇતિહાસકારને મૂંઝવે એવો છે. બૌદ્ધ ત્રિપિટકે અને ખાસ કરીને તદન્તર્ગત બ્રહ્મજાલસુર ઈ. સ. પૂ. ૨૦૦ વર્ષ પહેલાં મૂકી શકાય એમ નથી એમ એની ભાષાના સ્વરૂપ ઉપરથી સિદ્ધ થાય છે. જૈન આગમના સર્વથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ, જે મહાવીરસ્વામીથી પણ પૂર્વના માનવામાં આવે છે, એ “પૂર્વ” નામથી પ્રસિદ્ધ છે. અને તે, પછીની દ્વાદશ અંગ” નામની ગ્રન્થાવલિમાં બારમું અંગ જે “દષ્ટિવાદ કહેવાતું, તેમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ કાળબળે બારમું અંગ આખું લુપ્ત થયું અને તે સાથે પૂર્વે પણ ગયાં ! એ દષ્ટિવાદ અને પૂર્વે હયાત હોત, તે એમાં જૈનેતર દૃષ્ટિની બહુ હકીકત આપણને મળત, અને એ પુસ્તકે મહાવીરસ્વામીની પહેલાંનાં હોવાથી, એ દષ્ટિઓના સમયના પ્રશ્નને પણ કાંઈક અંશે નિર્ણય થઈ શકત. પરંતુ ઉપર કહ્યું તેમ એ નષ્ટ થવાથી સૂત્રકૃતાંગ બીજા અંગેની પેઠે સુધર્મસ્વામી, જેમને જન્મ ઈ. સ. પૂર્વે ૬૦૭ માં થયેલો મનાય છે, એમણે મહાવીરસ્વામીના નિર્વાણ પામ્યા પછી પોતાના શિષ્ય જખ્ખસ્વામીને કહ્યું. અને ઈ. સ. પૂર્વે પહેલા શતકમાં પાટલિપુત્રમાં મળેલા સંઘે જૈન આગમના સંરક્ષણને ભારે પ્રયત્ન કરી, આગમને અમુક રૂપમાં સ્થિર કર્યો. તે પછી કેટલેક કાળે, ઇ. સ. ૪૫૪ માં દેવર્ધિગણિના પ્રમુખપદે વલભીપુરમાં જૈન સંઘ મળ્યો એણે આગને વ્યવસ્થિત અને પત્રારૂઢ કર્યા. આ રીતે, આપણે હાલ જે રૂ૫માં એ ગ્રન્થ જોઈએ છીએ એ રૂપમાં જૈન આગમ