________________
સૂત્રકૃતાંગ
૫૫૩
‘સૂત્રકૃતાંગ’ એ જૈન આગમના એક પ્રાચીન તેમ જ બહુ મૂલ્યવાન ગ્રન્થ છે. એમાં નવા દીક્ષા પામેલા શ્રમણાને સંયમમાં સ્થિર કરવા માટે અને તેઓની મલિન મતિને શુદ્ધ કરવા માટે જૈન સિદ્ધાન્તાનું વર્ણન કરવામાં આવ્યું છે,' એટલું જ નહિ પણુ, વર્તમાન સમયના વાચકને, જેને આપણા દેશની પ્રાચીન મુદ્ધિસંપત્તિ જાણવા ઉત્સુકતા હૈાય, તેને જૈન સાથે જૈનેતર બીજા વાદીઓના સિદ્ધાંતા' જાણવાનું પણ મળે છે. તેમ જ કાઈ ભાઈને ભૌતિક જીવનમાંથી આધ્યાત્મિક જીવનમાં ઊંચે ચઢવા ઈચ્છા હોય, તેને જૈન-જૈનેતર એવા ક્ષુદ્ર ભેદની પાર વિરાજતા- જીવન– અજીવ, લાક—અલેાક, પુણ્ય-પાપ, આસવ–સંવર, નિર્જરા, બન્ધ અને મેક્ષ” એ પદાર્થીનું વિવેચન સાહાય્યકારી થાય છે.
મને આ હમેશાં આશ્ચર્ય લાગ્યા કર્યું છે, અને જે કાઈ ભાઈ આપણા પ્રાચીન ધર્મગ્રન્થાનું નિષ્પક્ષપાત અને તત્ત્વગ્રાહિણી દષ્ટિથી અવલાકન કરશે તેને એ આશ્ચર્ય લાગ્યા વિના રહેશે નહિ, કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મ યાને વૈદિક ધર્મના અનુયાયીઓ વચ્ચે કેટલીકવાર દેખાય છે તેટલા વિરાધ શા ? કહેવાતા ત્રણ ધર્મ તે વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ શાખાએ છે. એનાં તત્ત્વજ્ઞાનનાં દર્શનામાં વિરાધ હાય એમાં આશ્ચર્ય નથી. કારણકે, તત્ત્વ એવા વિશાળ પદાર્થ છે કે આંધળાના હાથી પેઠે દરેક જિજ્ઞાસુ એનું અપૂર્ણ સ્વરૂપ ગ્રહણુ કરે, અને અંશ (part) ને કૃન (whole) માની લઈ, પરસ્પર અજ્ઞાનથી લઢી પડે એ સ્વાભાવિક છે. પણુ આ જાતને વિરાધ તો તે તે ધમનાં અવાન્તર દર્શનામાં ક્યાં નથી ? નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં ત્રણે ધર્મમાં તત્ત્વતઃ એટલી એકતા છે કે, તેઓના પરસ્પર વિરોધ સમઝી શકાતા નથી.
''
વાચકની ક્ષમા યાચીને હું એને મ્હારા પોતાના એક વાકયનું સ્મરણ આપવા ધૃષ્ટતા કરૂં છું Ý—‘જૈન' થયા વિના બ્રાહ્મણ' થવાતું નથી, અને બ્રાહ્મણ' થયા વિના ‘જૈન' થવાતું નથી. તાત્પર્ય જે જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયેાને અને મનેાવૃત્તિઓને જીતવાનાં છે; અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઊતારવામાં છે. તે હવે, કહેા કે પ્રક્રિયાને અને મનેાવૃત્તિઓને જીત્યા વિના આત્મામાં વિશાળતા શી રીતે આવે ? અને આત્માને વિશાળ કર્યા વિના ઇન્દ્રિયાને અને વૃત્તિએને શી રીતે જીતાય ? આ કારણથી જ આ ગ્રન્થમાં, બ્રાહ્મણ' શબ્દના ખરા અર્થમાં અને બ્રાહ્મણુ’ની ઊંચી ભાવનાનુ સ્મરણ કરાવતા શબ્દોમાં, મહાવીર સ્વામીને અતિમાન બ્રાહ્મણ મહાવીર’ (પૃ. ૧૨૧, ૧૨૮ ) કહ્યા છે, અને
ge