________________
આપણો ધર્મ
આસ્તિક અને નાસ્તિક, ધર્મ અને અધમ વચ્ચે ભેદ પાડવામાં આવે છે તેનું કેમ? મનુષ્યમાં કેટલીક પ્રવૃત્તિઓ સ્વાભાવિક રીતે એટલે અજાણતાં પણ થયાં કરે છે, પણ વિચારના પ્રદેશમાં મનુષ્ય ઊતરે છે એટલે તે પ્રવૃત્તિઓ ઉપર અને તેમની યોગ્યતા વિષે એ સિદ્ધાનો બાંધવા માંડે છે. આ વિચારદશામાં મનુષ્ય જ્યારે સ્થૂલ પ્રપંચથી “પર” એવા કેઈક પદાર્થનું અસ્તિત્વ સ્વીકારે છે ત્યારે એને આપણે “આસ્તિક કહીએ છીએ, અને તે ન સ્વીકારતાં વસ્તુસ્થિતિથી ઉલટ વિચાર ધરાવે છે ત્યારે એને “નાસ્તિક કહીએ છીએ. વિચારની નાસ્તિકતા સાથે આચારની પણ નાસ્તિકતા હોય એમ નિયમ નથી; વળી આચારની નાસ્તિકતાવાળો મનુષ્ય પણ કેટલીક વાર ઐહિક લેકને પરલોકસ્થાને સ્થાપી એમાં જ શ્રદ્ધા બાંધે છે; અને આ રીતે અધર્મને ધર્મ કરી માને છે.
ધર્મ-અધર્મને બીજો ભેદ મનુષ્યના દુરાગ્રહથી પડે છે. પોતાને ધર્મ તે જ ખરે બીજાને પેટે, અમુક પ્રજાને જ ઈશ્વરે ધર્મજ્ઞાન આપ્યું છે અને બીજી બધીને અજ્ઞાનતિમિરના ફૂપમાં ડુબાવી મૂકી છે, ઈત્યાદિમાન્યતાને લીધે ધર્મને નિષ્પક્ષપાત વિચાર કરવો દુર્ઘટ થઈ પડે છે. પોતાને ધર્મ તે જ
ખરે એવો દુરાગ્રહ મૂકી દઈ વિદ્વાને જેમ જેમ જુદા જુદા ધર્મનાં સ્વરૂપે તપાસી એમાંથી ધર્મનું સામાન્ય સ્વરૂપ તારવી કાઢતા આવે છે તેમ તેમ સ્પષ્ટ થતું જાય છે કે ધર્મ માત્ર અમુક સ્થળે જ નહિ પણ પૃથ્વીની સર્વ પ્રજાઓમાં અનાદિકાળથી સિદ્ધ છે. ધર્મની વૃત્તિ ભિન્ન ભિન્ન પ્રજામાં દેશકાળાદિ ઉપાધિને લઈને ભિન્ન ભિન્ન રૂપે પ્રકટ થાય છે; પણ એ સર્વ ઉપાધિને ભેદી, અંદર ઊતરી, અમુક પ્રજાની ધર્મવૃત્તિમાં ધર્મનાં કેટલાં તો સમાએલાં છે એ ઉપર લક્ષ રાખીને અમુક ધર્મની પૂર્ણતા કે અપૂર્ણતા નક્કી કરવી એ જ આ વિષયમાં ખરે માર્ગ છે.
વળી, ધર્મ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે એટલું જ નહિ પણ આવશ્યક પણ છે. જડવાદના આચાર્યો એમ મનાવવા મથે છે કે ધર્મ કદાપિ જંગલી દશામાં અને ત્યાર પછી કેટલાક સુધારા પ્રાપ્ત કરતાં સુધી આવશ્યક હશે, પણ વિદાનાને અને સારી પેઠે સુધરેલી પ્રજાએાને તો તે નિરર્થક જ છે. આ મતના જવાબમાં માત્ર એટલું જ કહેવું બસ છે કે વિચારશીલ મનુષ્ય આ સિદ્ધાન્ત લાંબો વખત સ્વીકારી શકે તેમ નથી. ધમે જે અજ્ઞાન અને કલ્પના એ બેનું જ પરિણામ હેત તે જ્ઞાનની વૃદ્ધિની સાથે એનું નષ્ટ થવા તરફ જ વળણું