________________
Cher's
ભગવદ્ગીતા—વિવરણ
.
ભગવદ્ગીતા–વિવરણુ
(એક અપૂર્વ ગ્રન્થ ) Bhagavadgita—An Exposition” — ભગવદ્ગીતાવિવરણુ:’ કર્તા ડો. વસંત. ગ શેળે.
પરક
ડાકટર રેલ્વે મુંબાઈના એક સારા જાણીતા અને વિશાળ ધંધા ભાગવતા દાક્તર છે. વગર ફુરસદે પણ ફુરસદ કાઢી એમણે ભગવદ્ગીતા ઉપર આ વિવરણુ અંગ્રેજીમાં લખ્યું છે. વિવરણુ ખરેખર અપૂર્વ છે અને એનાથી આકર્ષાઈ રા. નર્મદાશ’કર મહેતાએ એના ઉપેાદ્ધાત લખી આપ્યા છે, અને રા. બ. ચિન્તામણ વિનાયક વૈદ્ય તા ડૉ. રેલેએ કરેલા કેટલાક અપૂર્વ અર્થથી ચક્તિ થઈ ત્યાં સુધી કહ્યુ છે કે—આ વિવરણુ શંકર, રામાનુજ, મઘ્ન, અને ટિળકના ભાષ્યની સમકક્ષામાં વિરાજશે, આવું પુસ્તક ભગવદ્ગીતાના અભ્યાસીએ જરૂર વાચવું જોઇએ. સ્થળસંકાચના કારણથી અમે દિલગીર છીએ કે એનું સંતાષકારક અવલેાકન અત્રે કરીશું નહિ, માત્ર એનાં ચેડાંક લાક્ષણિક વિવરણ જ અત્રે નોંધી શકાશે.
ગ્રન્થકર્તાએ આરંભમાં મહાભારતના યુદ્ધના પ્રસંગ આપ્યા છે, તથા પ્રત્યેક પાંડવનું લાક્ષણિક સ્વરૂપ બતાવ્યું છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે, અન ઉપર બાહ્ય જગત્ અસર કરે છે પણ એના સંસ્કાર (વાસના)ને અધ્યાત્મદીપના પ્રકાશાનુસાર નિયમવાનું એનું સામર્થ્ય છે. આથી એના મનમાં સ્વાભાવિક વૃત્તિ અને ધર્મબુદ્ધિ વચ્ચે વિગ્રહ ઉપસ્થિત થાય છે. ભીમ બહારના સંસ્કારને જ વશ છે, એને અધ્યાત્મદીપ યાને અન્તર્યામી મૂંઝવણમાં નાંખતા જ નથી. નકુલ અને સહદેવમાં સ્વતન્ત્ર બુદ્ધિ વિકસી જ નથી, અન્યની આજ્ઞાને વશ રહી વર્તવું એ જ તે જાણે છે, મ્હારુ ગીતાનું વ્યાખ્યાન જેમણે વાચ્યું । સાંભળ્યુ હશે તેને સ્મરણુ હશે કે મ્હારા મત પ્રમાણે પણ અર્જુન અને કૃષ્ણ એ સખા, તે નર અને નારાયણુ, નર એટલે પાતાને દારી શકે એવા સામાન્ય મનુજ આત્મા અને નારાયણ એવા મનુજ આત્મા માત્રનુ ગન્તવ્યસ્થાન એવા પરમાત્મા; અને એ નર અને નારાયણ તે શ્રુતિમાં પ્રતિપાદન કરેલા ‘દા સુપો લયુના લલાયા.” આ અર્જુન ધર્મરાજ યુધિષ્ઠિર જેવા દેવ નથી, તેમ દુઃશાસનનું રુધિર પીવાની પ્રતિજ્ઞા કરનાર ક્રોધમૂર્તિ ભીમ જેવે—પશુ——નથી. એ મનુષ્ય છે. અને મનન કરી જાણે તે મનુષ્ય. એનાં સગાં સંબન્ધી ગુરુ અને