________________
धम्मपद
પર૫
– ધાતુને અર્થ ગુજરાતી “સ્પૃહા કરે છે.” માં ખેટે થાય છે, તેમ જ “આત્માનુયોગી” ને અર્થ પણ સમઝાતું નથી.
પરંતુ આ જૂજ દેષ કરતાં કેટલાક મહત્વના જરૂરી ઉમેરા તરફ અમે કર્તાનું વિશેષ ધ્યાન ખેંચવા ઈચ્છીએ છીએ. “પુરાતત્ત્વ મન્દિર” એ અત્યારે ગૂજરાતમાં પુરાતત્ત્વ સંબધી શાસ્ત્રીય રીતે વિદ્યા પ્રસારવાની મહાન શાલા છે. અને એ શાલામાં ઉચ્ચ પતિની વિદ્વત્તા ધરાવનાર વિદ્વાન જોડાયા છે તો આપણે એમના તરફથી એટલી આશા રાખી શકીએ કે જે વિદ્યા એ હાથમાં લે એને સારી રીતે પ્રજામાં એ પ્રચાર કરે. પાલિભાષાને આ મહાન ગ્રન્થ– પ-એ ગુજરાતી વાચક આગળ મૂકે છે, તે એ ગ્રન્થદ્વારા પાલિભાષાનું તથા બૌદ્ધ ધર્મના ઇતિહાસનું પણ એ વાચકને જ્ઞાન આપે એમ આપણે ઇચછીએ. એવું જ્ઞાન આપવા માટે અપઃ બહુ અનુકૂળ પડતો ગ્રન્થ છે. સ્વ. કાશીનાથ વ્યંબક તેલંગે જેમ પિતાના ભગવદ્ગીતાના ભાષાન્તરમાં (s. B. E) બૌદ્ધ ધર્મના ગ્રન્થમાંથી સમાનાર્થક વાકયો ટિપ્પણમાં આપ્યાં છે, તેમ આ મહાન પાલિ ગ્રન્થના ભાષાન્તરકારે તેવા જ ઊતારા બ્રાહ્મણ અને જૈન ગ્રન્થામાંથી આપ્યા હતા તે હેટ લાભ થાત. પ્રસંગોપાત્ત પ્રસ્તાવનામાં અ. કેસીએ ધમ્મપદને મળતી જૈન ધર્મનાં પુસ્તકમાંથી (પાલિ અને જૈન પ્રાકૃતના ભેદવાળી) બે ત્રણ ગાથાઓ ટાંકી છે તે ઉપરથી જણાય છે કે એક ગ્રન્થકારે બીજા ગ્રન્થમાંથી એ ચેરી લીધી એમ માનવાનું કારણ નથી તો એક જ પ્રકારના અનેક ધાર્મિક વિચારો તે સમયના હિન્દુસ્થાનની સર્વ ધર્મશાખાઓમાં પ્રવર્તતા હતા. બીજે આ પણ એક વિચારવા જેવો મહાપ્રશ્ન છે કે આ ગ્રન્થમાં સંગ્રહેલાં વચનામૃત બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં શું સ્થાન ભોગવે છે? બૌદ્ધ ધર્મના સિદ્ધાન્ત સાથે એ સઘળાં સંગત છે કે કેમ ? જેમકે પ૬ નાં આત્મા સંબંધી વચને બૌદ્ધધર્મના અનાભવાદ સાથે બંધ બેસતાં થશે? અને તે બંધ બેસતાં હોય તે બૌદ્ધધર્મના આત્મા સંબન્ધી મૂળ વિચાર ઉપર એ શે પ્રકારો પાડે છે? અને એ પ્રકાશમાં આપણે મૂળનો ઉપદેશ વાંચીએ તે તે યોગ્ય છે કે કેમ ?
બીજી આવૃત્તિમાં આ બે ઊમેરા કરવાનું અમે સૂચવીએ છીએ તે કૃતજ્ઞતાના અભાવે નહિ, પણ ગુજરાતી વાડ્મયની સમૃદ્ધિ જેવા ઉત્સુક એવા ગુજરાતી વાચકની દૃષ્ટિએ.
[ વસંત માઘ સંવત ૧૯૮૧ ]