________________
, હિન્દુ ધર્મનું હાર્દ
પ૭ આવેલે પતિ કદાચ ઘરવાળાને એ ધ્યાનમાં નહિ આવે એ ભયથી કે થરથરે છે! ઈત્યાદિ રમુજી પણ બેધક રીતે બહુ સારું બતાવ્યું છે. પણ હિન્દુ સ્ત્રીનું જોર આમ સાડીઓ અને ઘરેણાં પહેરવાના અધિકારમાં જ રહેલું નથી; ભાવનાના પ્રદેશમાં પણ એને અધિકાર પહોંચે છે, અને ત્યાં એની પદવી બહુ ઊંચી છે. “સ્ત્રી વિના ઘર નહિ”; “સ્ત્રી વિના સ્વર્ગ નહિ.” આ વચન માત્ર શાસ્ત્રોનાં નથી, પણ અભણ મહારનાં છે:–એ હિન્દુ ધર્મની ઊંડી અસર બતાવી આપે છે. આ ઉદ્ગાર કેવળ સાદા મનુષ્ય ભાવના હાઈ, હિન્દુ ધર્મ સાથે એને કાંઈ લેવા દેવા નથી એમ ધારવું નહિ. યાજ્ઞવલ્કયાદિક અનેક ઋતિકારના આ ઉદ્ગાર છે અને તે હિન્દુ જનસમાજમાં બહાર પર્યન્ત ઊતર્યા છે.
(૨) બીજી એક વાત સર નારાયણરાવે એ સારી બતાવી છે કે– હિન્દુ જનસમાજમાં અત્યારે અસંખ્ય ભીખારીઓ જોવામાં આવે છે તેથી હિન્દુ ધર્મના હદયમાં આત્મભાનનો વાસ નથી એમ ન સમજવું. પિતે એક ગામડા પાસે ફરવા નીકળ્યા હતા ત્યાં આપણે રસ્તામાં ડાંક સ્ત્રી-પુરુષ– અને છેકરાં ગાડામાં બેસી જતાં જોયાં. મારું માથે આવ્યું હતું અને ખેતીનો વખત થયો હતો, તેથી શહેરમાં આઠ મહિના મજૂરી કરી, હવે પિતાને ગામ પિતાનું ખેતર વાવવા તેઓ જતાં હતાં. સી ગાડીમાંથી ઊતર્યો અને ગામને ગાંદરે ઝાડ નીચે વાસો કર્યો. ગાડામાંથી સામાન ઊતારાતો હતો, અને રાધવાની તૈયારી થવાની હતી, એટલામાં એક છોકર–ભૂખ્યું થવાથી– રાવા લાગ્યું, એને રેતું જેઈ સર નારાયણરાવને દયા આવી અને એમણે ગામને નાકે એક જણ કેરી વેચતું હતું ત્યાથી કેરી લાવી આપવા એની માને કહ્યું, અને બે ચાર પૈસા આગળ ધર્યા. ભા છોકરાના કળકળાટથી ગભરાઈ છેકરાને ધમકાવતી હતી તે એકદમ સર નારાયણરાવને સંબોધીને બોલીઃ “તું તારા ઘરને બાજીરાવ ! અમે ભીખારી નથી કે તારા પૈસા લઈએ.” એટલામાં એના ધણીએ આગળ આવી વધારે શાન્ત વાણીમાં કહ્યું “મહારાજ ! આ મારી ઘરવાળી કહે છે એ ખરૂ છે. અમે માંગણ જાત નથી કે દાન લઈએ. અમે તે મજૂરી કરી ચાર પૈસા કમાઈએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ. દાન લેવું એ નીચું છે.” સર નારાયણ ચકિત થઈ ગયા, અંતે લાખ આળસુ ભીખારીથી ભરપૂર આ દેશમાં હજી ગૃહસ્થાશ્રમનું આત્મમાન લુપ્ત થયું નથી એમ એમને ખાતરી થઈ
(૩) એક ત્રીજી મહત્ત્વની વાત સર નારાયણરાવે આ બતાવી છે કે--હિન્દુ ધર્મશાસ્ત્રકારે મનુષ્યજીવનને બહુ ગંભીર રીતે વિચારે છે, અને