________________
૫૧૬
હિન્દુ ધર્મનું હાર્દ આ વર્ડવર્કનું નામ દેતાં જ, સર નારાયણ વર્ડઝવર્થની કવિતાના સારા અભ્યાસી અને પ્રેમી છે એ વાત સાંભરી આવે છે. અને તેની સાથે જ, સર નારાયણના “The Heart of Hinduism” માં સ્વીકારાએલા દષ્ટિબિન્દુના પ્રકારને ખુલાસો થઈ જાય છે. વર્ડઝવર્થના વાચકને સારી પેઠે જાણીતું છે કે એ મહાન અંગ્રેજ કવિ સામાન્ય મનુષ્યજીવનમાં– બાળકોમાં અને ખેડૂતેમાં—દૈવી પ્રભા જેતે, અને હોટી વયના અને સંસ્કાર પામેલા જાએ પણ એમને ગુરુ કરી બેધ લેવા જેવો છે એમ પ્રતિપાદન કરે. આ દષ્ટિબિન્દુ ગમે તેટલું અપૂર્ણ હશે, પણ એ વડે મનુષ્યહૃદયની એક અદ્ભુત બાજુ–એની મનોહર સાદાઈ–દષ્ટિગોચર કરી શકાય છે એમાં સંશય નથી. વળી તે સાદાઈ તે વસ્તુનું પહેલું પડ નથી પણ ઊંડું પડ છે, ઉપલી છાલ નથી પણ અંદર ગર્ભ છે. અને એને મહિમા જેમ અંગ્રેજ કવિ વર્ડઝવર્થે જે છે, તેમ આપણે ત્યાં ભાગવતકારે પણ જે છે અને તે પણ સર નારાયણની પેઠે જ, ધર્મના વિષયમાં. ભાગવતકારે કૃષ્ણની પૂર્ણ મૂતિ કયાં રમતી જોઈ? ભરવાડણના રાસમાં; ઋષિઓના યજ્ઞમાં નહિ. તેમ સર નારાયણ પણ હિન્દુ ધર્મનું હાર્દ” “મલ્હારી ધ મહાર' (“મહારી–હેડ”) અને હરિ ધ હાઉસહોલ્ડર (હરિબા–ગૃહ- - સ્થ માં શોધે છે અને જુવે છે–એમાં એ આપણા પ્રાચીન ભાગવત ધર્મને જ અનુસરે છે,
સર નારાયણરાવે આ લેખમાં હિન્દુ ધર્મને લગતી કેટલીક બાબતો બહુ સારી રીતે તારવી બતાવી છે.
(૧) એમનું એક એમ કહેવું છે અને તે યથાર્થ છે કે–હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વૈરાગ્ય અને સંન્યાસનો ઉપદેશ કરનારાં સેંકડો વચન છે, પણ એ સર્વની પાર ગૃહસ્થાશ્રમનો મહિમા પણ છેડે ગાયો નથી–અને તે માત્ર શાસ્ત્રનાં વચનામાં જ સમાઈ રહેલો નથી, પણ વાસ્તવિક હિન્દુ જીવનમાં નજરે પડે છે. આ વાત એમની રસિક કલમથી, હિન્દુ ગૃહસ્થાશ્રમીઓનાં સાદાં વર્ડઝવર્થીઅન ઉદાહરણે લઈને વર્ણવી છે, અને એ વર્ણન એવાં તાદશ કર્યો છે કે હિન્દુ જનસમાજનાં મહાર અને ખેડૂત વર્ગનાં– અજ્ઞાન પણ જ્ઞાનીઓ કરતાં પ્રભુની અધિક સમીપ એવાં સ્ત્રીપુરુષનાં જેડાં આપણી નજર આગળ તરે છે. હિન્દુ જનસમાજમાં સ્ત્રી પુરુષથી કચરાઈ ગએલી કહેવાય છે, અને એમાં કેટલેક અંશે સત્ય પણ છે, પણ તે જ સાથે ગૃહવ્યવહારમાં સ્ત્રીનું પુરા ઉપર કેવું રાજ્ય છે–એક સાડી ખરીદી