________________
” જડ અને ચિત્ ”
૪૫
(૫) ટૂંકામાં, જે સિદ્ધાન્ત ડાર્વિને હંમેશને માટે આપણુને સ્થાપી આપ્યા છે એ સિદ્ધાન્ત ઉપર લાડ કેલ્વિનના આ વિચારાથી હડતાલ વાગેછે. સર વિલિયમ થિસલ્ટન-ડાયરના આ આક્ષેપથી ઇંગ્લંડનું સાયન્સ વિદ્યાનમ’ડળ ગાજી ઊઠયું, અને બંને પક્ષની તરફ અને વિરુદ્ધ પન્ના “ટાઇમ્સ” માં પ્રસિદ્ધ થયા. “ટાઇમ્સ' ના તન્ત્રીએ પણ એ ચર્ચામાં ભાગ લીધા, એમાં મુદ્દાનાં લખાણ આટલાં હતાં:—
(૧) આસના એક પ્રેફેસર ર્ડન સેન્ડર્સન નામના શારીરવ્યાપારશાસ્ત્ર
( Physiology) ના વિદ્વાને લાડ કેલ્વિનની વિદ્વત્તાનાં ઘણાં વખાણ કર્યું, અને સાયન્સની એક શાખાના વિદ્વાન પેાતાની અસાધારણ મુદ્ધિમત્તાથી અન્ય શાખાના આવા પ્રશ્ન ઉપર અભિપ્રાય આપવાને ચેાગ્ય છે એમ જણાવ્યું. શારીરવ્યાપારશાસ્ત્રના મહાન આચાર્ય હેલ્મšાર્ટ્ઝ નામના જર્મન વિદ્વાનને લૅા` કેલ્વિન સાથે એક વખત સમાગમ પડેલા, તે ઉપરથી લાર્ડ કેલ્વિનની તીવ્ર સ્વચ્છ અને અનેક્શાસ્ત્રગામી બુદ્ધિ વિષે એને જે અસર થએલી એ જણાવતાં એણે કહ્યું કે વિનની સરખામણીમાં તે! હું ‘dullard’ એટલે કે જડ છું! 'આ પ્રમાણે લાડ કેલ્વિનનું ગૌરવ કરવાની સાથે, પ્રેા. અન–સૅન્ડર્સને નીચે પ્રમાણે બંને પક્ષમાં કાંઈક કાંઈક મળતા વિચાર। દર્શાવ્યાઃ—
—આ
(i) નવીન શારીરવ્યાપારશાસ્ત્રના સંસ્થાપક હેલ્મČાલ્ટ્સ “જીવવા’
( Vitalistic doctrine ) ને હંમેશ માટે સુવાડી દીધા છે. એણે પહેલાં કરતાં વધારે મજબૂત રીતે સિદ્ધ કર્યું કે જડ પ્રકૃતિમાં જે પ્રાકૃતિક નિયમેા પ્રવર્તે છે એ જ સંપૂર્ણ રીતે વનસ્પતિ—અને જીવનના વ્યાપારને પણ લાગુ પડે છે. જુદી જુદી પરિસ્થિતિમાં એમના દૈશિક અને કાલિક સંઅન્ય સરખી રીતે જ માપી શકાય છે; અર્થાત્ સાયન્સની પ્રયાગપદ્ધતિ (Method of Experiment) બંનેને લાગુ પાડી શકાય છે.
(વ) પણ ઉપર જણાવેલી હદની બહાર કેટલુંક છે: મનુષ્ય અને અન્ય પ્રાણીઓના માનસિક વ્યાપારના કારણ વિષે વિચાર કરતાં, માત્ર કારણની યી પરિસ્થિતિ અને ઉપાધિમાં કેવું કાર્ય થાય છે એટલું જ પ્રયેાગપદ્ધતિએ નિર્ણીત કરી શકાય છે, એ કરતાં કારણના તાત્ત્વિક સ્વરૂપ વિષે અધિક કહી શકાતું નથી;