________________
“જડ અને ચિત”
પણ વનસ્પતિશાસ્ત્ર (Botany) અને જીવશાસ્ત્ર (Biology) સંબધી બાબતમાં અભિપ્રાય ફરમાવવા માટે સામાન્ય બુદ્ધિવાન મનુષ્ય કરતાં એમનામાં વિશેષ યોગ્યતા નથી. લૈર્ડ કેવિનનાં વિચાર સામે એમણે જે વધે બતાવ્યો એના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે હતા – (૧) લૈર્ડ કેલ્વિને પાછળથી જડ પરમાણુસંગથી બનેલા એક પાસા
અને વનસ્પતિની ડાળી વગેરે વચ્ચે જે ભેદ દર્શાવ્ય એ માટે કાંઈ જ આધાર નથી. એના પહેલા ઉદ્ગાર વખતે એમણે સવેને એક જ
કેટિમાં નાંખ્યાં હતાં એ બરાબર હતું. (૨) જડ પરમાણુઓ માત્ર યદચ્છાવશાત એકઠા થઈ વનસ્પતિઆદિ ચેતન
જગત ઉત્પન્ન કરે છે એવો સિદ્ધાન્ત હામા પક્ષને આપવામાં લોર્ડ કેલ્વિન એ પક્ષને અન્યાય કરે છે. જડ પરમાણુઓ યદચ્છાવશાત નહિ, પણ ડાર્વિને બતાવેલા અમુક પસંદગી (Selection) ના નિયમાનુસાર એકઠા થાય છે, અને વનસ્પતિરૂપે પરિણમે છે, અને એ જ પ્રમાણે સરખાં પરમાણુ સરખી રીતે ગોઠવાઈ પાસા રૂપે બધાય છે, એમાં પણ પસન્દગીને નિયમ રહેલો છે. લેંડ કેવિન વિશ્વની બહારની શક્તિથી જે ખુલાસો આપવા યત્ન કરે છે એ સાયન્સના મૂલ સિદ્ધાન્તથી જ વિરુદ્ધ છે. જગતની અંદરના બનાવોને ખુલાસે જગતની અન્દરની શક્તિ થકી જ થવો જોઈએ.
જીવતત્વ” એ જે જગતની એક શક્તિ હોય તે તેનું માપ થઈ શકે, અને જે માપ થઈ શકે તે ભૌતિક સાયન્સની હદની બહારનું એ તત્ત્વ નથી. લૈર્ડ કેવિન માને છે તેમ જગત બહારથી કંઈ શક્તિ જગતમાં ઊતરી આવતી હોય તે સાયન્સની “Conservation of Energy” ના સિદ્ધાન્તને બાધ આવે. અને આ શક્તિનિત્યતાને–સતકાર્યવાદને સિદ્ધાન્ત ચેતન જગતને પણ લાગુ પડે છે એમ પ્રસિદ્ધ જીવનશાસ્ત્રી મેયરે સિદ્ધ કર્યું છે.
4. વિશ્વમાં શક્તિની ઉત્પત્તિ કે વિનાશ સંભવતાં નથી, એના માપમાં કોઈ પણ પ્રકારની ન્યૂનાધિકતા કરી શકાતી નથી. વિશ્વમાં શક્તિનું માપ જેટલું છે તેટલું હમેશાં છે, સતમાંથી અસત કે અસતમાંથી સત કદી પણ આવતું નથી, પદાથે માત્ર જ્યારે ઉત્પન્ન થતા કે નષ્ટ થતા દેખાય છે ત્યારે ખરું જોતાં એ માત્ર રૂપાન્તર પામતા હોય છે,-એ સિદ્ધાન્ત,
રહે છે મારી નાથિના કિનારા સંભ