________________
જડ અને ચિત”
૪૭૭
રાસાયનિક તર (Chemcial elements) ની એકતા પણ ભાગ્યે જ સિદ્ધ કરી છે, અને હજી એ શાસ્ત્ર ધીમે ધીમે આગળ વધશે. પણ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ છીએ તે, વૈતવાદ આપણને સન્તોષ આપી શકતે નથી; છેવટે વસ્તુસ્થિતિમાં અદ્વૈત જ હોવું જોઈએ એમ આગળ દષ્ટિ નાંખીને માનવાનું આપણું સર્વને મન થાય છે. આ દષ્ટિ ખરી રીતે તત્ત્વજ્ઞાનની છે, સાયન્સની નથી; સાયન્સના માણસે આ હદ ઓળંગી જવી, અને આજ સુધી જે પ્રદેશમાં તત્ત્વજ્ઞાનનું જ સામ્રાજ્ય ચાલ્યું છે તેમાં સાયન્સને હકે રાજ્ય કરવાને દાવો કરવો–એ તો સાયન્સના બંધનની ખીલી ઊખેડી નાંખી, લગામ સુદ્ધાં નાશી જવા જેવું થાય છે; આનું પરિણામ એ નીપજે છે કે અનિવચ્ચે અને ગૂઢ પ્રદેશમાં–જ્યાં સાયન્સ બની શકતું નથી–એમાં ભૂલો પડે છે, અથવા તે એ તત્વજ્ઞાનની પરિ
ભાષાને દુરુપયોગ કરે છે અને એને ભ્રષ્ટ કરે છે, અને પછી પિતાની - હદમાં પાછા આવી જગતને પિતાની લૂટ બતાવે છે. દેખાવ એવો કરે છે કે જાણે કોઈક મહાન સત્ય છે તે સ્પષ્ટ રીતે જોઈ શકો છે એનું પ્રતિપાદન કરવાને પોતે સમર્થ છે! ભલે એ પિતાની જ્ઞાનરચનામાં એને સુવ્યવસ્થિત રીતે ઘટાડવા માગે; પણ ખરું જોતાં એ જુદી જ વસ્તુવ્યવસ્થિતિના કટકા છે, અને એમનું ખરું સ્થાન ઓળખ્યા વિના પિતાના સાયન્સ-ચિત્રમાં ગોઠવવા જતાં, બધા અવયને ફેરવવાની, ભરડવાની, અને બધબેસતા ન આવે તે ફેકી પણ દેવાની એને જરૂર પડે છે. માટે, આવા કાચા અને સાંધા–વિનાશ્રમે સિદ્ધવત માની લીધેલ–સાયન્સના અદ્વૈતવાદ કરતાં તે, અદ્વૈતવાદ ન જ હોય એ વધારે સારું.
દૈતવાદ આપણને કાયમ સતેષ ન આપી શકે એ ખરું, પણ જેમ એક પાસ અતિ ચેકસ થવાને ભય છે તેમ બીજી પાસ ઉતાવળ કરી ધશી પડવાને પણ સંભવ છે. કેટલાક એમ સમજતા દેખાય છે કે અતવાદમાં દેહ અને જીવ, અને ઈશ્વર અને આત્મા તથા જગવ્યવસ્થા–આદિ સર્વ ભેદ નિરવકાશ થઈ જાય છે ! આને અર્થ તે એ થયો કે સર્વ પદાર્થો છેવટ જતાં, એટલે જાણે અત્યારે વ્યવહાર પણ, કોઈક રીતે એક બતાવી શકાય! તત્વજ્ઞાનની ભાવનામાં સર્વ પદાર્થ એક, માટે શું એને અર્થ એ છે કે રાસાયનિક તને અથવા તે વ્યવહારમાં ઉપયોગી થતા તે તે પદાર્થોને જુદા ન કહેવાય?
તેમ જ વળી, કેટલાક વિચારકે “કાલ” ને માનસ-આન્તર–પદાર્થ માને છે. અને એ સિદ્ધાન્તની એમના વિચાર ઉપર એટલી બધી અસર