________________
૪૭૬
“જડ અને ચિત” જેઓની એમ સમજણ હોય કે ફેસર હેક પ્રતિપાદન કરેલી Monism”=“અદ્વૈતપ્રકૃતિવાદ” નામની સાયન્સની ફિલસુફીથી ધાર્મિક શ્રદ્ધાને પાયે બેદાઈ ગમે છે અને ધર્મની સકલ ઈમારત ઉથલપાથલ થઈ ગઈ છે, તેઓને મારે રસ્કિનના શબ્દોનું રૂપાન્તર કરીને આટલું કહેવું પડશે કે –“ન માનશે કે તમારા હાથમાં એવું પુસ્તક આવ્યું છે કે જેમાં વિશ્વસંબન્ધી છેવટનું સત્ય ઉચ્ચારી દેવાયું છે, અને જેમાં સઘળા પૂર્વ જમાનાની ભૂલોમાંથી શુદ્ધ સત્યને વિમુક્ત કરવામાં આવ્યું હોય.”
આ “Monism”=“અદ્વૈતવસ્તુવાદ” તે શું છે? ફેસર હેકલ, આ વાદ જાણે કઈક નવીન શોધ હોય એ રીતે લખે છે. પણ ખરું જોતાં એનાં ઘણું રૂપ થઈ ગયાં છે, અને એક કે બીજા રૂપમાં એ એક પ્રાચીનકાળમાં પ્લેટેના કરતાં પણ આ વાદ જુને છે, છેક પામિનાઈડીઝના વખતને છે. વાસ્તવિક રીતે જોતાં, થતા અનુભવનો ખુલાસો કરવા માટે એ એક માની લીધેલી કલ્પના છે, તત્ત્વજ્ઞાનને એ એક તક છે, વિશ્વમાં એકતા ગ્રહણ કરવાનો એક પ્રયત્ન છે—જે એકતા તરફ મનુષ્યબુદ્ધિ અનિવાર્ય રીતે ઠેલાતી દેખાય છે. સન્માત્ર એટલે કે સકલ વિશ્વ માંહ્યથી અખંડ અને એકરસ છે, એમાં કાંઈ પણ અન્ય પદાર્થનું મિશ્રણ નથી, જે છે તે કેવલ એકાકાર છે, એમ અનુભવમાં લેવા માટે એક અધિષ્ઠાનસતમાં સકલ વિશ્વનો સમાવેશ કરવામાં આવે છે, અને આ પરિદશ્યમાન ભેદમય પ્રપંચને આભાસને સમૂહ-મિથ્યા–ગણવામાં આવે છે.
વિશ્વને ખુલાસો કરવા માટે–એમાં ઝળકતી એકતાને બુદ્ધિમાં ઘટાવવા માટે આ કલ્પના ઘણું જ એગ્ય છે અને કઈને કઈ તરેહનો અદ્વૈતસિદ્ધાન્ત છેવટે સ્વીકારે જ પડશે એમ કેઈ કહે તે તેની પુષ્ટિમાં બેશક ઘણું કહી શકાય તેમ છે. પ્રોફેસર હેકલના સિદ્ધાન્ત ઉપર જે કાંઈ આક્ષેપ કરવામાં આવે તે આ તત્ત્વજ્ઞાનના અદૈતસિદ્ધાન્તને લાગુ પડે છે એમ સમજવું નહિ. પ્રોફેસર હેકલનું અદ્વૈત અને તત્ત્વજ્ઞાનનું અદ્વૈત એ બે એકબીજાથી સ્વતન્ત્ર છે. આપણે યાદ રાખવાનું છે તે એ કે તત્ત્વજ્ઞાનનું અદ્વૈત તે (સાયન્સની રીતિએ) સિદ્ધ થઈ ચૂકેલું નથી, પણ સાધ્ય છે, તત્વજ્ઞાનની ભવિષ્યની ભાવના–સાયન્સથી સિદ્ધ થવાને ગ્રાહ–છે; જે
અતિમ સાધ્ય સિદ્ધ કરવા માટે તત્ત્વજ્ઞાન (Philosophy) યત્ન કરે છે, પણ જેને પિતાની રીતિએ સિદ્ધ કર્યાને ભૌતિક શાસ્ત્ર (Physical science) જરા પણ દાવો કરી શકે એમ નથી. ભૌતિક શાઍ હજી તે