________________
એમને તે શાંકર વેદાનતને શુદ્ધ અને અર્વાચીન સ્વરૂપ આપવું હતું, અને પશ્ચિમની ફિલસૂફી અને ભૌતિક વિજ્ઞાનના ધસારાબંધ આવતા વિચારે સાથે તેને સંગત કરી બતાવવું હતું, અને તે તેમણે કર્યું છે. તેમના સમગ્ર કાર્યને ટૂંકામાં ટૂંકી રીતે વર્ણવવું હોય તે તે શાંકર વેદાન્તને પરિષ્કાર અને પરિપૂર્તિ એમ કહી શકાય. નવું દર્શન સ્થાપે તેને જ જે ફિલસૂફ કહે હેય તે તે ફિલસુફ મહેતા, પણ સાથે સાથે સ્મરણમાં રાખવું જોઈએ કે એમના જેવા વેદાન્તના નિષ્ણાત પશ્ચિમમાં તે કઈ નહોતા, પણ આપણે ત્યાં હિન્દમાં પણ નહોતા. અને ફિલસૂફી એ જે અમુક મત અને અભિપ્રાયનું તંત્ર જ ન હોય, પણ જીવનની દષ્ટિ હોય, તે તે તેમનામાં હતી. તેમની દષ્ટિ બહ૬ દાર્શનિક અને મૂલપર્વતગામી હતી. અને આ લેખ પણ દાર્શનિક ચર્ચાના છે. સદગત મણિલાલથી શરૂ થયેલી દાર્શનિક ચચપદ્ધતિને તેમણે નવી વિશાલતા અને ગંભીરતા આપી, એ શરૂ થયેલા જ્ઞાનયજ્ઞમાં વસતોડલ્યાણીહાથે, “વસન્ત'ના લેખે આખ્યરૂપ હતા, ઉત્તમ ગોરસના સારભૂત હતા. પરભાષાને મોહ ન રાખતી આચાર્યશ્રીએ બધુ ગુજરાતમાં ગુજરાત માટે લખ્યું, અને ગુજરાત તેને માટે હંમેશાં અભિમાન ધરાવશે. - અમદાવાદ , - •• રામનારાયણ વિશ્વનાથ પાઠક
તા. ૨૦-૧૧-૪૨