________________
“ હિનાથી તેમણે
ત્ય વિકાસ નથી, પણ
સ્પષ્ટ જોઈ શકતા હતા. અને એ ઉદેશ સમગ્ર લોકહિતને હોવાથી તેમણે તે વારંવાર કહે છે. એક જગાએ તેઓ કહે છેઃ “ હિન્દનું તત્ત્વજ્ઞાન એક જૂનું જડી આવેલું હાડપિંજર નથી, પણ વેદકાળથી ચાલી આવેલો ચૈતન્યથી ભરેલે અને નિત્ય વિકસતો જ એક જીવન્ત પદાર્થ છે, અને તેથી એના શરીરનું વર્ણન કરવા કરતાં એના આત્માનું પ્રાકટ્ય કરવા ઉપર” અધિક ધ્યાન આપવું જોઈએ. “ આપણું તત્વજ્ઞાન એક જીર્ણ વિદ્યા નથી પરંતુ પશ્ચિમના વર્તમાન તત્વજ્ઞાનની સાથે ઊભું રહી અખંડ પૃથ્વીની તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લઈ શકે એવો જીવન્ત પદાર્થ છે.”૪૮ અન્યત્ર કહે છે કે ઈશ્વરે જે આજ્ઞા કરી મૂકી એ નીતિ, એ સમજણ પણ બેટી છે; કારણ કે જે આજ્ઞાની યથાર્થતા જગતના વ્યાપારમાં અત્યારે પ્રતીત ન થાય, અને જેની યથાર્થતામાં આપણું મન સાક્ષી ન પૂરે એ માનવાથી ઈશ્વરને આપણે દૂર રાખીએ છીએ. આટલાં માટે દેશકાલાનુસાર પ્રાચીન વાને વર્તમાન યુગને અનુકૂલ કરવાં, તથા એ વાકાનું રહસ્ય સમજવું, એ આપણું કામ છે.”૪૯ આપણે કહી શકીએ કે જેઓ અહીં નિરૂપિત ધર્મને “આપણે ધર્મ માને છે તેમને તે તેમણે આ લેખેથી પ્રતીતિ કરી આપી છે કે આપણું તત્વજ્ઞાન ચિતન્યથી ભરેલો જીવન્ત પદાર્થ છે, અને અખંડ પૃથ્વીના તત્ત્વજ્ઞાનના વિકાસમાં ભાગ લેવા સમર્થ છે. એ તત્ત્વજ્ઞાનને વર્તમાન સ્વરૂપમાં મૂકવાની દિશા પણ તેમણે દર્શાવેલી છે, અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનું કામ તેમના વારસદાર પછીના જમાનાને તત્વજ્ઞાનના અભ્યાસીઓનું છે. તેમણે, પિતે કહ્યા પ્રમાણે, ધર્મના શરીર કરતાં તેના આંતરાત્માનું પ્રાકટચ કરવાની પણ દિશા બતાવી છે, ઘણું જગાએ એમ કરી બતાવ્યું છે, અને એ પ્રવૃત્તિ પણ તેમની પછી આગળ ચાલવી જોઈએ. આ કામ એક રીતે પ્રાથમિક ભૂમિકા તૈયાર કરવા જેવું છે જે વારંવાર જુદે જુદે પ્રસંગે લખેલા નિબંધોથી જ સારું થઈ શકે. તેથી જ તેમની પ્રવૃત્તિઓ આવું નિબંધરૂપ લીધું છે. બધી પ્રવૃત્તિઓ પ્રાથમિક દશામાં આવું નિબંધરૂપ જ લે છે. એ જમાને, જે હજી પણ પૂરે થયે નથી, તે આ કારણેને લઈને મુખ્યત્વે નિબંધને જમાને હતા. અને તેથી આનંદશંકરે પણ નિબંધે લખ્યા છે. આવા નિબંધથી ફિલસૂફીને પ્રકરણબદ્ધ ગ્રન્થ ન થઈ શકે તેમ એવા ગ્રન્થમાં જેવું તત્રંબદ્ધ દર્શન નિરૂપી શકાય તેવું આમાં ન આવી શકે. પણ આનંદશંકરભાઈનો એ ઉદશ પણ નહોતે. એમને વેદાન્તની કઈ નવી શાખા સ્થાપવી નહોતી.
૪૮. પૃ. ૬૩૩ ૪૯, પૃ. ૫૧૨