________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
સંક્રાંતિ (Law of Heredity) ના નિયમનું અગત્યનું તત્ત્વ માનેલું છે. વળી આપે પણ “સવને ઉપક્રમ સસ્વરૂપ તરફ જ હોય છે, જે સ્વાભાવિક છે, જે થવું જોઇએ, તે જ થાય છે; ઇત્યાદિ શબ્દથી એ વિચારનું સમર્થન કર્યું છે.
વળી જન્મના યોગ વિના હિદુઓના વર્ણભેદ જે ભેદ સર્વત્ર જોવામાં આવે છે. માત્ર એટલે જ તફાવત છે કે–તેવી પ્રજાઓમાં સામાજિક ઉત્કૃષ્ટતા અથવા નિકૃષ્ટતાનું વિભાજક સૂત્ર વિત થઈ પડે છે; વિત્તથી નિકૃષ્ટ તે ઉત્કૃષ્ટ થઈ શકે છે, અને તેના અભાવથી ઉત્કૃષ્ટ નિકૃષ્ટ થઈ શકે છે. એ તે સામાજિક ભેદ થયા. પરંતુ જેને આપણે સુધરેલી પ્રજાએ કહીએ છીએ–તેઓમાં વર્ણભેદ કેટલો દઢ અને બળવાન છે, તે જરા પણ ગુપ્ત રહ્યું નથી. મનુષ્યના ગુણોની કસોટી કદી પણ કાઢી શકાતી નથી. કર્મ પ્રકૃતિજન્ય છે. અને યુનિવર્સિટિ જેની કસોટી કાઢવા પ્રયત્ન કરે છે, તેનાથી સામાજિક ભેદની વ્યવસ્થા કરવામાં આવે તે કેટલા બધા પાર્સેલોને આપણે બ્રાહ્મણ વર્ગમાં મૂકવા પડે! તેમ જ ધનધરાના ભને વશ્ય થઈ, મનુષ્ય રક્તસ્ત્રાવમાં બુદ્ધિબળ દર્શાવનાર બિસ્માકને માટે કંઈક નવીન વર્ગ જ સ્થાપ પડે.
એ વિગેરે અનેક દષ્ટિએ અવલોકન કરી, આવા ગંભીર પ્રશ્નોનું વિસ્તારપૂર્વક સ્પષ્ટીકરણ જે આપ જેવા વિદ્વાન તેમ જ આર્યધર્મના તત્ત્વને યથાર્થ સમજનાર તરફથી થશે તે અજ્ઞાનીઓને બુદ્ધિભેદ ઉત્પન્ન થતો અટકશે, એમ આશા રહે છે.
જિજ્ઞાસુ] (ઉત્તર) ** ૧ પ્રથમ તે રા. જિજ્ઞાસુને અમારી “વિચારમાલાને ઉદેશ સમજાવવો પડશે. અમારે કહેવું જોઈએ કે “સુદર્શનને શ્રદ્ધાપૂર્વક અનુસરનારા” એવા શબ્દો વાંચી અમને અત્યન્ત ખેદ થાય છે. અમે અમારા પત્ર માટે શ્રદ્ધા માગતા નથી, વિચાર માગીએ છીએ, અને અમારું સર્વને એટલું જ કહેવું છે કે જે જલાશયે આ પત્રના આદ્ય સ્ત્રીએ પાન કર્યું હતું, અને જ્યાં વસૅમાન તત્રીએ યથાશક્તિ કર્યું છે અને કરે છે, ત્યાં સ્વયં ચાલીને જઈ તૃષા નિવૃત્ત કરવાથી જ લાભ છે. ખરેખર સ્વ. મણિલાલના તેર વર્ષ પર્યન્તના ઉદામ કમ પછી પણ ગુજરાતમાં સ્વતંત્ર વિચાર કરવા તરફ લોકની પ્રવૃત્તિ થઈ ન હોય તે એ બહુ શોકજનક