________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
આપનો મનોભાવ દર્શાવવા પ્રયત્ન કર્યા છતાં, હિંદુસ્થાનના ભવિષ્ય સંબંધી આર્ય અને અનાર્ય– બન્ને વર્ગના વિદ્વાનેને જે ચિંતા થાય છે, તે જ ચિંતાની ઊંડી છાપ તે જ શબ્દોમાં તાદશ દીઠામાં આવે છે, અને તેથી તે ચર્ચાનું સ્પષ્ટીકરણ થવા વિસ્તારપૂર્વક વિવરણની આવશ્યકતા છે, એમ ધારી આપને જે પરિશ્રમ આપું છું તે ક્ષેતવ્ય છે, એમ આપ સ્વીકારશે જ.
આપ એ પક્ષ ગ્રહણ કરે છે કે–બ્રાહ્મણવર્ગનું સ્થાન ધાર્મિકતાથી યુક્ત અને કેલેજ આદિ સાધનાવડે વિદ્યાસંપન્ન થએલા પુરુષાથી પૂરાશે, કારણ કે એ જ ભવિષ્યના બ્રાહ્મણે છે.” અને એવી સ્થિતિ લાભકારક છે, એ આપને સ્પષ્ટ સિદ્ધાન્ત છે. એ પક્ષમાંથી નીચે પ્રમાણે પ્રશ્નો ઉત્પન્ન થાય છે
૧ હિંદુઓની વર્ણવ્યવસ્થા જાતિભેદથી યાજાયેલ છે, તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે? અનિષ્ટ છે તે પ્રાચીન આર્ય મહર્ષિઓએ તેમ કરવામાં ભૂલ કરી છે કે શી રીતે?
૨ હિદ શિવાયની પ્રજાઓમાં વર્ણવ્યવસ્થા જેવો કંઈ પણ સામાજિક ભેદ છે કે નહિ? અને એ ભેદ રાખવાનું રણ જાતિ એટલે જન્મયોગ વિના અન્ય પ્રકારે ઘડી શકાય તેવું છે કે નહિ?
૩ વર્ણવ્યવસ્થા તુટતાં હિંદુ પ્રજાના પ્રજાને નાશ થવાનો સંભવ છે કે નહિ?
આ પ્રશ્નોનું સમાધાન કરતાં, એક દષ્ટિબિંદુ નહિ, પણ અનેક દષ્ટિબિંદુઓ લક્ષ્ય થઈ શકે છે. શાસ્ત્ર પ્રમાણથી હરકંઈ પ્રશ્નનું નિરાકરણ કરનારાઓ સંસ્કૃત એટલું શાસ્ત્ર સમજતા નથી; પરંતુ શ્રુતિ સ્મૃતિ અને પુરાણની જ્યાં એકવાક્યતા હોય, તેને જ પ્રમાણુ ગણે છે. તે સર્વમાં પણ શ્રતિને જ પ્રધાનપદ આપે છે, અને તેમ કરતાં બન્ને પક્ષવાદીઓ શ્રીમદ્ ભગવદગીતાનું “ચાતુર્થાર્થ મા છે જુવામિાયાઃ ”—એ વચનને સ્વપક્ષને પુષ્ટિકારક ધારે છે. તેથી તે વચનનું પણ યથાર્થ સમજાવવાની સંપૂર્ણ આવશ્યકતા છે. જન્મના વેગથી વર્ણભેદને સ્વીકારનારાઓ ગુણ કર્મ પ્રમાણે જ કૃત કર્મનું ફળ ભેગવવા પુનર્જન્મ થાય છે, અને તેથી તે સર્વ પ્રસંગને અનુરૂપ નિમાં જ જન્મ પ્રાપ્ત થાય છે, એમ જ સમજી જાતિભેદ સ્વાભાવિક અને આવશ્યક હેય, એમ માને છે, ત્યારે વિકાસક્રમવાદ (Evolution theory) નો હેતુ પણ તેથી વિરુદ્ધ ન જ હોવો જોઈએ, એમ કહેવું યુક્તિયુક્ત છે. કેમકે વિકાસવાદમાં પણ પૂર્વજપુણેની