________________
આપણા ધર્મનું ભવિષ્ય
૪૩૧
ધર્મે, દયા આદિના ગુણાના ત્યાગ કરી, સ્વર્ગ માટે યજ્ઞ યાગાદિષ્ટ કરવામાં કૃતાર્થતા માની ત્યારે મહાવીર સ્વામી ગૌતમક્ષુદ્ધ વગેરે થયા. બુધ્ધે શ્વરના તેમ જ આત્માના અસ્તિત્વની અવગણના કરી, સત્ય વિરુદ્ધ કરી એ પણુ ખરૂં. પણ ઈશ્વરને નામે તથા આત્માના અમરત્વને મિષે અનેક પાપા થતાં, તેના ઉચ્છેદ કરવાના પ્રયત્નમાં મુદ્દે એ એ તત્ત્વાની અવગણના કરતાં પણ આંચકા ન ખાધેા. પરંતુ એ જ અવગણના, સત્ય વિરુદ્ધ હાવાથી વખત જતાં દૈવી અનિષ્ટ નીપજે છે એ જ્યારે બૌદ્ધમતના પાછળના ઇતિહાસમાંથી સિધ્ધ થયું ત્યારે શંકર જેવા મહાત્માના પ્રહારાના પ્રસંગ આવ્યા. શંકરનું જ્ઞાન અનધિકારી અને અણુસમજી હૃદયમાં કેવું શુષ્ક થઈ જાય છે એના અનુભવ થતાં, રામાનુજ વલ્લભાચાર્ય આદિને ભક્તિમાર્ગમાં સાર સમજાયા ઇત્યાદિ. અત્રે વિક્ષિત એટલું છે કે ધર્મ તત્ત્વજ્ઞાન આદિ મનુષ્ય આત્માને લગતા સધળા વિષયા ઐતિહાસિક દૃષ્ટિએ અવશ્ય વિલેાકવા જોઈએ અને એ દૃષ્ટિમાં જ પ્રત્યેક પ્રવૃત્તિનું અન્તર્ગત રહસ્ય સ્કુટ થઈ આવે છે.
-
'
વળી, ધર્મ પરત્વે આપણા · સુધારાવાળાઓ ’એ પ્રાચીન ભાવનાએનું સ્વરૂપ ખાટી રીતે સમજી કેટલાક વિચારા ચલાવ્યા હતા જેમાં ત્રણ મુખ્ય હતાઃ પુરાણુ સ્ટામેના, બ્રાહ્મણેા સામેના, અને મૂર્તિપૂજા સ્હામેના આક્ષેપેા. પુરાણાનું ભૂગાળ અને ખગેાલનું વર્ણન ભ્રાન્તિમય છે એમ માનીએ પણ તેથી એના ઉત્તમેાત્તમ ધર્મ સંબંધી વિચાર। ઉપર અનાદર શા માટે થવા જોઈ એ ? ભાગવત ત્યજી ઉપનિષદો તરફ વળવું—એમ કરવાનું શું કારણુ ? મને ઉપનિષદો ઉપર બહુ જ આદર છે, પણ ભાગવતાદિ પુરાણાને હલકાં ગણવાનું કાંઈ પણ કારણ સમજાતું નથી. ઉપનિષદેાનાં જ સત્યા પુરાણામાં કેવી અલૌકિક કાવ્યપ્રતિભાનાં ચિત્રા બન્યાં છે ! ઉપનિષદ્ સૂત્રાનાં એ કેવાં રહસ્યપ્રદર્શી ભાષ્યા છે ! કદાચ તમને એમાં બ્રાહ્મણેાની× * મનુષ્ય આત્માને લગતા' એમ કહેવામાં ખાસ તાત્પર્ય છે, તે એ કે ‘ રસાયન વિદ્યા’ આગળ કેવી હતી, કીમિયામાંથી એ શી રીતે ઉદ્ભવી, એવા પ્રશ્નોથી ઑક્સિજન ' અને ‘ હાઇડ્રેજન' નામના વાયુમાંથી જળ થાય છે એ વસ્તુ સ્થિતિ ઉપર બહુ અજવાળું પડતું નથી. પણ ધર્મ તત્ત્વજ્ઞાન આદિ કેવી રીતે વિકસે છે એ વિચારમાંથી ધર્મના સ્વરૂપ વિષે અહુ ખેાધ મળે છે.
"
C
× ત્યાં કેટલેક ઠેકાણે તા બ્રાહ્મણ'ના અર્થ ‘સાધુ' થાય છે.