________________
૪૩૦
- આપણા ધર્મનું ભવિષ્ય કહેવાનો આશય નથી. પણ વિદ્યાનું સ્થાન જે પાછળના વખતના હિંદુસ્તાનમાંથી ઘણે ભાગે લુપ્ત જેવું થઈ ગયું હતું તેને પુનરુદય હવે યુનિવર્સિટીઓમાં જ થવા સંભવ છે એટલું જ મારું તાત્પર્ય છે. એક ગ્રેડયુએટ તરીકે એ વર્ગ માટે હું અભિમાન કરું છું એમ જરા પણ મનમાં લાવ્યા વિના, મારા વિચારની સ્વતઃ સારાસારતા તપાસજો. બ્રાહ્મણ વિષે મને અનાદર છે એમ ન સમજશે. પ્રાચીન માટે મને અતીવ માન અને પૂજ્ય બુદ્ધિ છે, મારા પ્રતિક્ષણના એ ગુઓ છે, મારું હૃદય એમને હાથે જ ઘડાય એમાં હું મારું સુભાગ્ય સમજું છું. વર્તમાન બ્રાહ્મણે માટે મને દયા છે, એમાંના કેટલાકમાં હું બહુ પવિત્રતા અને શાંતિ જોઉ છું, અને તેથી તેવાને માટે, એમની વિવાહીનતા છતાં પણ, મને ભાન રહે છે. પરંતુ ઘણે ભાગે તે વર્ણચતુષ્ટયમાંથી એક પણ પ્રકારની વૃત્તિ વિનાને અને તેથી શદ્ર કરતાં પણ અધમ થઈ ગયો છે એમ કબૂલ કર્યા વિના નહિ ચાલે, આમાં તેમને દોષ નથી. વિદ્યા એ “Art of peace (શાંતિ સમયની કલા) છે—જેને પાછળના વખતના હિદુસ્થાનમાં સંભવ ન હતો, જનસમૂહને એને ખપ જણાયો ન હતો, અને તેથી ઘણાખરા બ્રાહ્મણમાં એની છત પણ ન હતી; છતાં પ્રમાણમાં એમણે બહુ જ્ઞાન સાચવી રાખ્યું છે. પરંતુ જે હાલના અનુપમ શાંતિના સમયમાં પણ એઓ પોતાનું કર્તવ્ય કરવા જાગે નહિ, તે પછી એમને માટે દયા પણ
ક્યાં સુધી રહેશે? બ્રાહ્મણોમાં બ્રાહ્મણત્વ નહિ હોય તે એમને ઉચ્છેદ થશે જ. અને થવો જોઈએ જ, કારણકે જગતને નિયન્ત પરમ દેવ છે, અસુર નથી; અને જે અસત છે, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ છે, એ લાંબી વાર ટકી શકતું નથી એવી વિશ્વવ્યવસ્થા છે. સર્વેને ઉપક્રમ સતસ્વરૂપ તરફ જ હોય એ વેદાન્તસિદ્ધાન્તને અનુસરીને છે, અને બ્રાહ્મણે ખરા બ્રાહ્મણ થાય નહિ તે લુપ્ત થાય એમ ઈચ્છવામાં આપણે વેદાન્ત સિદ્ધાન્તને જ જય ઇચ્છીએ છીએ.
શંકર બુદ્ધ આદિના વિગ્રહમાંથી જન્મ પામેલા વિચારે ક્ષીણ થતા જાય એમાં બહુ લાભ છે. એટલું ખુબ યાદ રાખવાનું છે કે જગતમાં મહાત્મારૂપે સ્થપાએલા કોઈ પણ પુરૂષ હામે એના પ્રતિપક્ષીઓ તરફથી જેવું અને જેટલું કહેવામાં આવે છે તેવું અને તેટલું ખાટું કદી વસ્તુતઃ હેતું નથી, તે સાથે વળી જ્યારે ઐતિહાસિક દષ્ટબિન્દુથી એમનાં કાર્યો અવલોકાય છે ત્યારે તે બંને પક્ષો તે તે કાળને એવા અનુરૂપ દેખાય છે કે ઘણું કરી સર્વ વિરોધ એ રીતે શાન્ત થઈ જાય છે. વૈદિક બ્રાહ્મણ