________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૫
અને મનુષ્યો આ શરીરમાં એક છવીસમું તવ–પરમાત્મા–રહેલો છે એમ કહે છે. એને કપિલાદિક સાંખ્ય કહે છે, કારણ કે એ સંખ્યાત્મક છે.એમ મત્સ્યપુરાણ વગેરેમાં કપિલ છવીસમું તત્ત્વ-ઈશ્વર સ્વીકારે છે એમ જે કહ્યું છે તે પણ બંધ ન બેસે.”
[વિજ્ઞાનભિક્ષુકૃત બ્રહ્મસૂત્રભાષ્ય-વિજ્ઞાનામૃત] આ રીતે, પરમાર્થ અને અભ્યપગમવાદ એમ બે જુદી જુદી રીતે ઈશ્વરવાદ અને નિરીશ્વરવાદ સાંખ્યો માને છે એમ સમજવું. આમ સાંખ્યસૂત્ર વસ્તુતઃ અનીશ્વરવાદી નથી એમ સાંખ્યભાષ્યકારને સ્પષ્ટ મત છે. છતાં પ્રાચીન પદ્ધતિ માટે આટલે આગ્રહ દર્શાવનાર રા. ઠાકર એ પ્રત્યે કેમ આંખ મીચે છે એ હું સમજી શકતો નથી. “શ્વરસિદ્ધિઃએવું એક સાંખ્યસૂત્ર છે અને સાંખ્યશાસ્ત્ર સામાન્ય રીતે નિરીશ્વરવાદી ગણાય છે– આટલી વાત આ શાસ્ત્રની બારાખડી જાણનારને પણ સુવિદિત છે. છતાં, જ્યારે તત્ત્વદર્શનના સિદ્ધાન્તનું ચિન્તન કરવાના ખાસ મેળાવડામાં એ વાતથી ઉલટ મત પ્રદર્શિત કરવામાં આવે, ત્યારે વધારે ઊંડા જઈ તપાસ કરવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે એટલું રા. ઠાકરે સમજવું જોઈએ. એ કર્તવ્ય સમજી રા. ઠાકરની ફરજ હતી કે સિદ્ધપુરના બ્રહ્મવૃન્દ આગળ ચાર મહિને પિતે બેલવા ઊભા થયા છે તે વખતે “ફુણ્યતિઃ ” એવું સૂત્ર ટાંકીને લોકોને ભ્રાન્તિમાં ન નાખવા, પણ એ સૂત્ર નીચે ભાષ્યકાર શું કહે છે એ જણુવવું, અને પિતામાં સામર્થ્ય હેય તે એ ભાષ્યકારને મત ખે છે એમ પ્રમાણપુર સર સિદ્ધ કરવું. આને જ સમજુ માણસે પ્રામાણિક અને શાસ્ત્રીય વાદપદ્ધતિ સમજે છે. બાકી, સામાને બેને બે ચાર જેવી સાદી વાતોનું અજ્ઞાન આપી, પછી એ અજ્ઞાન ટાળવાને આડંબર કરવું એ તો કેવળ અજવાળામાં દીવો ફેરવવા જેવો–હસવા જેવો–દેખાવ થાય છે! અધિક શું કહેવું?
મેં ઉપર જણુવ્યું તેમ આ લેખનો ઉદેશ રા. ઠાકરને ઉત્તર દેવાને નથી. જેઓ પ્રાચીન ટીકાકાર સિવાય બીજું પ્રમાણ જાણતા નથી તેમને નિત્તર કરવા માટે તે પૂર્વોક્ત સખ્યભાષ્યકારનાં વચન પૂરતાં છે. પણ મને પિતાને એ બસ થતાં નથી, અને ટીકાકારની મદદ વિના સ્વતન્ત્ર રીતે અર્થ નિર્ણય કરવાના આજના જમાનામાં કોઈને માટે એ બસ થવાં ન જોઈએ. અને તે જ કારણથી યુરેપિઅન પંડિત સાંખ્યભાષ્યકારના વ્યાખ્યાનને તિરસ્કાર કરી સખ્યશાસ્ત્રને નિરીશ્વરવાદી કહેવાની સામાન્ય