________________
ષદર્શનની સંકલન
૪૦૫
એકી વખતે એ જન્મ પામ્યાં હતાં એમ કેમ કહી શકાય ? જગતમાં કોઈ પણ સ્થળે બધાં તત્ત્વજ્ઞાન એકી વખતે જમ્યાં જાણ્યાં છે? કઈ પણું દર્શન પૂર્વનાં બધાં દર્શને આત્યંતિક લોપ કરીને પ્રવર્લ્ડ હેય એમ બન્યું નથી–અને એવું મેં કહ્યું પણ નથી. પણ મારા ભાષણમાં મેં દર્શને જે અતરંગ (internal) સંબધ બતાવે છે તે રીતે એમના ઉત્પત્તિક્રમનું પૌવપર્ય (historical sequence) વિચારમાં બંધ બેસતું થાય છે, અને ઇતિહાસમાં પણ એ જ દેખાય છે. કેમકે એગદર્શનનું
સ્વરૂપ જ એવું છે કે એની પહેલાં સાંખ્યદર્શન ઉત્પન્ન થએલું હોવું જોઈએ. . અને વસ્તુતઃ ઐતિહાસિક પુરાવો પણ એ સિદ્ધ કરે છે. વિવિધ જાતનાં પ્રાણીઓની દેહાકૃતિમાં અન્તરંગ સંબન્ધ જોઈને તે ઉપરથી ડાર્વિને
ઇવોલ્યુશન થિયર” યાને ઉ&મણુવાદ પ્રતિપાદન કર્યો–ત્યારથી સર્વ જાતનાં પ્રાણુઓની સૃષ્ટિ એકી વખતે નહિ, પણ એક પછી એક કાલક્રમે થએલી માનવામાં આવે છે, અને ડાર્વિને જે પ્રાણુઓની સૃષ્ટિ માટે પ્રતિપાદન કર્યું તે પેન્સર વગેરે વિદ્વાનોએ મનુષ્યસંસ્કૃતિની સર્વ સંસ્થાએને લાગુ પાડી બતાવ્યું છે–છતાં, અત્યારે મનુષ્યજ્ઞાનમાં થએલી આ અગત્યની શોધને અવગણું સર્વ પ્રાણીઓને એકી વખતે ઉત્પન્ન થએલાં માનનારની મતિ જેટલી અશાસ્ત્રીય (unscientific) ગણાય, તેટલી જ આપણું દર્શનેને એકી વખતે ઉત્પન્ન થએલાં માનનારની દષ્ટિ પણ અશાસ્ત્રીય છે–વિશેષ અશાસ્ત્રીય, કારણ કે ડાર્વિનના ઉ&મણુવાદમાં જેટલી એતિહાસિક પુરાવાની અશક્યતા છે તેટલી દર્શનેના ઉ&મણવાદમાં નથી.
આ ચર્ચાને અંગે કેટલીકવાર તો રા. ઠાકરને હુ એવા તે સ્વયંપ્રકાશ સત્યથી ચમકતા જોઉં છું કે–એમની સાથે મારે મતભેદ બહુ બળે છે અને વિવાદ નકામે છે એમ મને લાગ્યા વિના રહેતું નથી. ઉદાહરણ તરીકે રા. ઠાકર કહે છે –“આ પછી છે. આનદશ કરભાઈએ ચાગ વૈશેષિક અને ન્યાયદર્શનની ઉત્પત્તિને હેતુમ કહ્યો છે; પણ તે સાંખ્યદર્શનના ક્રમની પેઠે ઉડી જાય છે, જેથી વિશેષ વિવેચનની જરૂર નથી. પણ તે પછી ધર્મબુદ્ધિને મર્મભેદક લાગે તેવી વિલક્ષણ વાત કહી છે કે મનુષ્યબુદ્ધિએ થાકીને ફરી કૃતિનું શરણ લીધુ ” “ફરી” શબ્દ મહેતા અક્ષરે રા. ઠાકરે મૂક્યો છે તેથી જણાય છે કે એ શબ્દ એમને ભારે થઈ જ કોઈ પણ ક્રમ છેક વાંધા વિનાને નથી. અને તેથી મેં સ્વીકારેલા ક્રમમાં કેને કારણસર થોડેક મતભેદ હોય તો એની સાથે મારી લાઈનથી.