________________
શાકર સિદ્ધાન્ત અને યોગ परिग्रहः' इत्येवमादिश्रुतिप्रसिद्धमेव निवृत्तिनिष्ठत्वं प्रवज्याद्युपदे
અને ધ્યાનમાં રાખવું કે આસનાદિક યોગમાર્ગની સમર્થક બીજી શ્રુતિએ પૂર્વપક્ષીના મુખમાં શંકરાચાર્યે મૂકી હતી–પણ ઉત્તરપક્ષ કરતી વખતે યોગીઓની કૃતિમાંથી મુખ્ય સંન્યાસસમર્થક શ્રુતિને જ પસંદ કરી લીધી છે—એ એમનું સ્વારસ્ય શેમાં છે એ બતાવે છે. અને જેમાં સ્વારસ્ય તે જ સિદ્ધાન્ત, એથી જ મેં શાંકર સિદ્ધાન્તમાં અમુક છે અને અમુક નથી એમ “સિદ્ધાન્ત” શબ્દ વાપરીને વાત કરી છે.
વળી, શંકરાચાર્યનું આ સ્વારસ્ય માત્ર અનુમાનથી જ સમજવાનું રહેતું નથી. ચતુર્થધ્યાય પ્રથમપાદના સાતમા સૂત્ર (સરઃ સંમવાત') માં આસન બેસવું) સંબન્ધી વિચાર કર્યો છે–ત્યાં શંકરાચાર્ય લખે છે કે___"कर्माङ्गसम्बन्धिषु तावदुपासनेषु कर्मतन्त्रत्वान्नासनादिचिन्ता नापि सम्यग्दर्शने वस्तुतन्त्रत्वात् ज्ञानस्य ।"
અર્થાત, કાગને લગતી જે ઉપાસના છે તેમાં તે આસનાદિકને વિચાર કરવાનું નથી કારણ કે એ ઉપાસનાઓ તે કર્મને આધીન હોવાથી - કર્મમાં બેસવાનો કે ઊભા રહેવાને વગેરે જે વિધિ બતાવ્યો હોય તે પ્રમાણે કરવાનું છે. તેમજ સમ્યગદર્શન–જ્ઞાન માટે પણ આસન સંબન્ધી વિચાર પ્રાપ્ત થતી નથી, કારણકે જ્ઞાન વસ્તુ (યથાસ્થિત સત્ય) ઉપર આધાર રાખે છે. પણ બીજી ઉપાસનાઓ–જે ઉપાસના હાઈસમ્યગદર્શનરૂપ નથી, તેમ જ જે કર્મના અંગની નથી––તેને માટે જ આસન જરૂરનું છે કે કેમ એ વિચાર પ્રાપ્ત થાય છે. અને તેથી આસન (બેસવું) જરૂરનું છે એવો સિદ્ધાન્ત બાંગે છે તે શંકરાચાર્યના મતમાં આ જાતની ઉપાસનાને જ લાગુ પડે છે. રામાનુજાચાર્ય ઉપાસના ધ્યાન જ્ઞાન સર્વ એક અર્થમાં લઈ સર્વને માટે આસનની જરૂર માને છે તે શંકરાચાર્યને અભિમત
નથી. પછી અમુક દિગદેશકાલાદિક જરૂરનાં છે કે કેમ એ વિચાર શરૂ થાય : છે. તેમાં ઉપર કહીં તેવી ઉપાસના માટે જે એકાગ્રતા જોઈએ, તે જ્યાં સહે
લાઈથી બની શકે તેવા દિદેશકાલાદિકની ભલામણ કરે છે. એવારા दिशि देशे काले वा मनसः सौकयेणैकाग्रता भवति तत्रैवोપાત”– આમ તદ્દન રાજયોગનું સમર્થન કર્યું છે. ગ્રન્થના આ ભાગમાં બ્રહ્મજ્ઞાનના સાધનને વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કોઈ