________________
સ્મરણ કરાવે છે, ત્યારે તેમની તર્કશકિતમાં એક સાથે તત્ત્વજ્ઞાન કવિત્વ અને વિવેચનાશકિત એકત્રિત થયેલાં જણાય છે. એમણે અનેક જગાએ આપેલાં ઘરગથ્થુ દષ્ટાનો પણ એમના અનુભવની વિશાલતા જ દર્શાવે છે.
" ઉપરનાં જ કેટલાંક દષ્ટાન્તમાં આચાર્યશ્રીની વિશાલતાની સાથે સાથે તેમની સૂક્ષ્મતા પણ પ્રતીત થાય છે. પણ તેમની સૂક્ષ્મતા ખાસ કરીને સૂક્ષ્મ વિષયને સમજાવવામાં અને બે મને સૂમ ભેદ દર્શાવવામાં વિશેષે કરીને જણાય છે. તે ઉપરાંત સિદ્ધાંતોની ચર્ચામાં, શાસ્ત્રોના અર્થ કરવામાં, કા ઉપરનાં વાર્તિકેમાં, પણ એ શકિત આપણને ઠેર ઠેર
અનુભવમાં આવે છે. અને આ વિશાલતા અને સૂક્ષ્મતાને લીધે તેમનામાં વિચારનું અને ભાષાનું લાક્ષણિક વૈશદ્ય આવેલું જણાય છે. પ્રવાહ પણ અનુકૂળ હોય અને પવન પણ અનુકૂળ હોય તેવી નૌકાની પેઠે તેમના વિચારે યથાક્રમે, જરા પણ ઘર્ષણ વિના, જરા પણ ડેલાં ખાધા વિના, પિતાના લક્ષ્ય તરફ સીધા ચાલ્યા જાય છે. આ એમના ચિંતનના ગુણે
એટલા પ્રસિદ્ધ છે, અને એમના લેખમાં એટલા વ્યાપક છે કે વિશેષ દષ્ટા આપવાની મને જરૂર જણાતી નથી. , , ,
વિશાલતી અને સૂક્ષ્મતા બુદ્ધિના ગુણો છે, વિશદતા એ બુદ્ધિ અને ભાષા બનેને ગુણ છે. ત્યારે સમતા એ સ્વભાવને ગુણ ઈ બુદિ એને અનુકૂળ થઈ પ્રવર્તે છે. આ શબ્દ જે કે મને વેદાન્તમાં વારંવાર વપરાય છે તે ઉપરથી સૂઝ છે, પણ હું એને એ જ અર્થમાં અહીં વાપરતા નથી. સમત્વને હું એ સાદે અર્થ કરું છું કે કોઈ પણ લાગણીના અતિરેકમાં તણાઈ ન જતાં સ્વસ્થ રહેવું તે. એનો અર્થ બિલકુલ લાગણું ને હાવી એવો નથી. સ્વધર્મ અને સ્વદેશ બને માટે આનંદશંકરને ગંભીર લાગણ છે. એ વિના આટલી એકનિષ્ઠાથી એ હિન્દ શાસ્ત્રોનો અભ્યાસ કરી શક્યા ન હોત, અને એના ઉત્સાહ વિના અને ધર્મજિજ્ઞાસુ અને મુમુક્ષુ તરફની પ્રેમ વિના આટલા સતત પ્રયત્નથી તેમણે તેને બોધ કર્યો ન હોત. પણ એ પ્રેમ અને ઉત્સાહ છતાં તેમણે સર્વત્ર સમતા સ્વસ્થતા સાચવી છે. તેમણે બંધી ચર્ચામાં પ્રતિપક્ષ તરફ એકસરખું માન રાખ્યું છે. સામા પક્ષને દોષ બતાવતાં પણ તેના ગુણ બતાવ્યા છે, અને દેાષકથનમાં પણુ અપ્રમાણિકતાને આરેપ કર્યો નથી. સામા પક્ષની મૂર્ખતા કે ધૃષ્ટતા પણ તેમણે સૌજન્યથી સહી લીધી છે, અને બહ બહ તે નાગરિક શ્મિતથી તેને ખુલ્લી પાડી છે. “હિન્દુસ્તાનના પેગી સંન્યાસી અને સાધુઓ” ના . ૪૧. પૃ. ૮૧૩