________________
રીતે, અવિશ્લેષ્ય રીતે પ્રવર્તમાન થવા ઈષ્ટ છે. એલી સૂક્ષ્મતા વિગતેમાં અટવાઈ રહે છે અને વિષયનું સમગ્રરૂપે દર્શન કરી શકતી નથી અને વિગતના સૂક્ષ્મ ગ્રહણ વિનાની એકલી વિશાળતા, અર્થહીન પિકળ સ્વચ્છન્દી અસ્પષ્ટ અને અપ્રતીતિકર બની રહે છે. આ પુસ્તકમાં કરતા ઘણુંખરું નિબંધરૂપે બધું કહે છે અને તેથી આમાં દશનો કે મતોની તેમને ટૂંકમાં ચર્ચા કરવાની આવે છે, તેમાં સૂક્ષમતા કરતાં વિશાલતા વધારે દેખાય તે સ્વાભાવિક છે, પણ એ વિશાલતા પાછળ કર્તાને સૂક્ષ્મ અભ્યાસ પણ જણાયા વિના રહેતું નથી. એમની વિશાલતાને વિચાર કરતાં સૌથી પહેલી વિશીલતા તે એમના વિષયના અભ્યાસની. હિન્દુઓના તત્ત્વજ્ઞાન ઉપરના મૂળ ગ્રન્થો, અને તે સાથે પશ્ચિમના તત્વજ્ઞાનને અદ્યતને અભ્યાસ તેમના જેટલે કેઇએ નહિ કર્યો હોય, એમ કહેવું એમાં અત્યુક્તિ નથી. પણ એ વિદ્વત્તા માત્ર પોતાના વિષય પૂરતી જ નહોતી. એમના લેખે જોતાં જણાશે કે ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર જેવા માત્ર વિદ્યાને વિષય જ નહિ પણ સાહિત્યમાં અને વર્તમાન રાજ્યપ્રકરણમાં પણ તેમણે ઠેઠ સુધી રસ લીધો છે. એ દષ્ટિની વિશાળતા પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે તેમના લેખમાં દેખાયા વિના રહેતી નથી. દૃષ્ટિની એ વિશાલતાથી તેઓ કાવ્યને અને પુરાણોને ધર્મસાહિત્યમાં સ્થાન આપે છે. એટલું જ નહિ, વિશ્વમુખે પણ શ્રવણું કરવાનું કહે છે. એ જ વિશાળતાને લીધે તેઓ પશ્ચિમના ફિલસૂનાં દર્શનેને સમગ્રરૂપે સમજી લે છે અને તેની મર્યાદા પણ દર્શાવે છે; વેદાન્ત ઉપરના આક્ષેપની પાર જઈ તેને રદિયો આપે છે. એ વિશાલતાથી જ તેઓ આપણી આધ્યાત્મિક અર્થપદ્ધતિને સેંટ પેલની અર્થપદ્ધતિના સમાન દષ્ટાન્તને કે આપે છે, અને અનેક જગાએ પૂર્વ પશ્ચિમના તત્ત્વજ્ઞાનની સમાનતા બતાવે છે, જેમાંની કેટલીક જોઈને તેમની વિચક્ષણતા માટે ખરેખર માન થાય છે. ડેકાર્ટ અને શંકર એક જ રીતે લગભગ એના એ શબ્દોમાં આત્મતત્ત્વનું પ્રતિપાદન કરે છે તે જેતા માનવબુદ્ધિ દેશકાલના ગમે તેટલે અંતરે પણ કેટલી બધી એક જ રીતે કાર્ય કરે છે તે જોઈ આશ્ચર્ય સાથે આનંદ થાય છે. શક ને અર્થ સાયણું “પ્રજાપતિ” કરે છે, તેને મેકસમૂલર ઉપહાસ કરે છે, ત્યારે તેઓ મેકસમૂલરના અજ્ઞાનને અને ટીકાધાષ્ટયને ઉપહાસનીય બનાવી મૂકે છે એટલું જ નહિ, તેની પાસે કાલીઇલનું એક નાનામાં નાનું અવતરણ લાવીને મૂકી દે છે. અને પશ્ચિમન નો સાપેક્ષવાદ દિફકાલના ચતુર્માન સત્પદાર્થનું પ્રતિપાદન કરે છે ત્યાં મહાદેવ કાલ ભગવાનના દિગંબરત્વનું