________________
૩૪૪
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
-
-
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
વિચારમાલા ૧ પ્રશ્ન-વેદાન્ત મેક્ષદશા પ્રાપ્ત થતાં કેવલ દુખની નિવૃત્તિ જ નહિ, પણ સુખને આવિર્ભાવ પણ માન્યો છે. પણ એવો સુખને અનુભવ આત્માને જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં પણ નથી થતો એનું શું કારણ? ભારે પ્રશ્ન એ છે કે જેવો આનન્દ ખુનના આરેપવાળા પુરૂ આરોપથી મુક્ત થતા અનુભવે છે તેવો વેદાન્તજ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં અનુભવાતો નથી એનું શું કારણ? દુઃખ મિથ્યા છે એટલે નિશ્ચય થતાં દુઃખની નિવૃત્તિને અનુભવ થાય છે, પણ આનન્દને નથી થતો એ સંબંધી આ પ્રશ્ન છે.
ઉત્તર–ખરેખર, આ શંકા કેટલાકને થતી હશે. પરંતુ આપના પ્રશ્નના ઉત્તરમાં મારે બે ચાર બાબતે કહેવાની છે, જેમાંની એક સુદર્શનમાં, એક વખત ચર્ચીલી ફરીથી ચર્ચવી પડશે. એટલું પિષ્ટપેષણ માફ કરશે.
૧) આપ કહો છે એમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ઘણું વાર “ સત્યં કરિશr એ પ્રસિદ્ધ સૂત્રને પૂર્વાર્ધ વીસરી જવાય છે. જગતનું મિથ્યાત્વ બ્રહ્મના સત્યત્વ–સહવર્તમાન છે એ વાત ઉપર લક્ષ રહેવું જોઈએ, જે નથી રહેતુ શું જગત નથી, એટલે જગત નથી એટલું જ ? એમ હોય તો તો શુન્યવાદ આવે. અને ખરું પૂછો તો આપણું ઘણું ખરા વેદાન્તી કહેવાતા જને ખરા અભ્યાસને અભાવે વસ્તુતઃ શૂન્યવાદી જ હોય છે. આ એમની હેટી ભ્રાન્તિ છે. બ્રહ્મરૂપી શિલાન-સાગરના ઊર્મિઓથી જગત વ્યાપ્ત છે, એ ઊર્મિઓ શિવાય અન્ય કોઈ પણ વસ્તુ જ નથી–આટલું સ્મરણમાં રહે તે આ ભ્રમ ન થાય.
(૨) આ વિસ્મરણ થવાનું અને આ ભ્રમ થવાનું એક બીજું કારણ છે. જેમ ચીકણું વાસણને જલ સ્પર્શ કરી શકતું નથી, તેમ જ્યાં સુધી હદયપાત્ર મલિન વાસનારૂપી કાળી અને ચીકણી ભળીથી પાએલું છે, ત્યાં સુધી બ્રહ્મજ્ઞાનરૂપી અમૃતજળ વસ્તુતઃ એને સ્પર્શ કરી શકશે નહિ. અને એ સ્પર્શ થયા વિના, તમે જાણે છે કે, આનન્દ કેમ અનુભવાય? "तचदा प्रियया स्त्रिया संपरिष्वक्तो न बाह्यं किंचन वेद नान्तरमेवमेवायं पुरुषः प्राज्ञेनात्मना संपरिष्वक्तो न बाह्यं किंचन