________________
જ્ઞાન અને નીતિ
૩૪૭
જીવનના ઉદ્દેશની વિશાળ અને ઊ’ડી સમજણથી જીવન વિશાળ અને ઊર્ડ' બનતું આવે છે.
માટે જ શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે—
""
" न हि ज्ञानेन सष्टशं पवित्रमिह विद्यते ।
અને એ પરમ ગ’ભીર સિધાન્તનું તાત્પર્યં ક્યાં રહેલું છે એ યથામતિ સમજાવવા અમે અન્ને યત્ન કર્યો છે. એની પૂરેપૂરી સમજણુ મેળવવા માટે તો એ સિદ્ધાન્તને જીવનમાં ઉતારવાની જરૂર છે; આ પ્રમાણે જ્યારે એ જીવનમાં ઊતરે છે, એનું પરિશીલન–પરિજીવન થાય છે, ત્યારે જ એની અનન્ત ઊંડી ખીણા જ્ઞાનના પ્રકાશથી ભરાઈ રહે છે.
[ વસન્ત, માધ સંવત, ૧૯૬૦ ]