________________
વેદ, વેદાથે અને વેદના દેવ
૩૩૭
સ્વરૂપ, વિશ્વના પદાર્થોની અનેકતામાં પરમાત્માની એકતાનું દર્શન અને એ પદાર્થોનું પવિત્રીકરણ–એઓ સમઝી શકે. ઉપર, વેદમાં પરમાત્માની એકતાનું પ્રતિપાદન સંપ્રદાયસિદ્ધ છે એ વાતની પુષ્ટિમાં બે ત્રણ વાતે વિશેષ ઊમેરીએ. એક તે એ ધ્યાનમાં રાખવાનું છે કે વેદના ઘણા દેનાં નામ સ્પષ્ટ રીતે માત્ર વિશેષણ છે, વા ધાત્વર્થથી એમની વિશેષણતા ફલિત થાય છે. જેમકે પેષણ કરનાર તે પૂષા, શક્તિ વડે ઉત્પન્ન કરે તે સવિતા, વિશ્વમાં પ્રવેશ કરે તે વિષ્ણુ, પ્રાણીઓ પ્રતિ મિત્રભાવે વર્તે તે મિત્રવસ્તુ માત્રને આવરીને રહે અને વિશ્વનાં “વ્રત નામ પવિત્ર માર્ગ નિર્ભ તે વરુણ, જેને છેદી ન શકાય તે અદિતિ–વગેરે. વળી “અદિતિ” શબ્દ પહેલો છે અને એમાંથી “આદિત્ય શબ્દ ફલિત થયો છે—જે અનેક દેવને લગાડવામાં આવે છે એ બતાવે છે કે એકતામાંથી અનેકતાને જન્મ છે, અનેકતામાંથી એકતા ઊપજાવાતી નથી. (અમેરિકન વિદ્વાન બ્લમફીલ્ડ આદિત્ય એટલે “આદિકાળના, અને એ ઉપરથી અદિતિ’ શબ્દ (અ–દિતિ એમ) ભ્રાનિતથી કલ્પિત છે એમ માને છે. એમને મત હજી કેઈએ પણ સ્વીકાર્યો નથી, વળી આ ઉપરાંત મૂળને એકદેવને સિદ્ધાન્ત અદના ઉત્તર ભાગમાં સ્પષ્ટ રૂપ ધારણ કરે છે, અને ત્યાં પુરુષ, હિરણ્યગર્ભ, ત્વષ્ટા, ધાતા એ નામે સૃષ્ટિના આત્મા અને બીજ રૂપી અને કર્તા રૂપી એક પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને આ ઉપરાંત એક એ પણ જોવા જેવું સમઝવા જેવું છે કે આમ સ્પષ્ટ એકદેવવાદી જે સૂકત છે એમાંનાં કેટલાંક કદ ઉપરાંત બીજા વેદોની સંહિતામાં પણ સંગ્રહવામાં આવ્યાં છે, જે બતાવે છે કે એકદેવવાદ કેવો લોકપ્રિય અને સર્વસંમત હતે.
[ વસન્ત આધિન સંવત ૧૯૮૭]