________________
ઈશ્વર રહે એ સમજાય એવું છે. પણ એમ ન થયું હોય ત્યાંસુધી ઉપરના નિયમમાં રહીને જીવને કર્મ કરવાનાં હેય છે, અને એ નિયમોને છ અન્યથા કરી શકતો નથી, તેટલા જ ઉપરથી જીવની દૃષ્ટિએ જીવના કર્તુત્વને બાધ આવતે નથી. એમ બાધ આવે તે વિધિનિષેધ અર્થહીન થઈ જાય. જીવ જ ભાસમાન છે, તે તેનું કર્તવ પણ ભાસમાન છે જ, પણ તેથી અન્ય રીતે જીવનું કર્તવ ભાસમાન ગણું શકાય નહિ; હું માનું છું કે જીવનું ઉપાધિકૃત કત્વ છે એને બાધ ન આવે એવી રીતે આ દલીલ સમજવી જોઈએ.
બીર્જ આચાર્ય આનંદશંકર પૃ. ૧૯૨મે કહે છે: “જગતની લાલચ અને એ લાલચો અસર કરે એવું મનુષ્યના મનના સ્વરૂપનું ત્ત્વ હું પરમાત્માનું માનું છું, જીવનું નહિ.” પણ આમ માનીએ તો જીવની અવિદ્યાને ર્તા પણ ઈશ્વર ન થઈ જાય અને અવિદ્યા તો અનાદિ છે. (પૃ. ર૯૮) પૃ. ૨૯૯મે કહ્યું છે કે “જીવનું જીવપણું એનું જ નામાન્તર વિદ્યા છે, અને અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવનું જીવપણું છે–અર્થાત છવભાવ અને અવિદ્યા એક જ વસ્તુસ્થિતિનાં બે નામ છે.” અને અવિદ્યા એટલે જ વિષય તરફ મેહ થો એ નહિ ? પૃ. ૨૫મે ટાયેલા વિદ્યારણ્ય સ્વામીના અભિપ્રાયનું સ્વારસ્ય એ છે કે મેક્ષ એટલે જીવસૃષ્ટિને નાશ ઈશ્વરસૃષ્ટિને નહિ. અને ત્યાં મેહ થત અટક એને જ મોક્ષ અથવા જીવસૃષ્ટિને નાશ કહે છે. “ જ્ઞાન થતાં, આ જગતના તે તે પદાર્થો નાશ પામશે વા દેખાતા અટકશે એમ સમજવાનું નથી; પદાર્થો તો રહેશે અને દેખાશે, પણ એ પદાર્થોમાથી જ્ઞાનીને મોહ ઊઠી જશે, એટલે પછી એ બન્ધર્તા રહેશે નહિ.” હું માનું છું કે વિષય તરફને મેહ થવાને જીવને રવભાવ ઈશ્વરકર્તક માનવાની જરૂર નથી. એ જીવની અવિદ્યા છે. જીવનું જીવપણું છે. એટલે જીવને આપી શકે એવું વિષયનું સ્વરૂપ ઈશ્વરકક રહેશે. અલબત જીવસૃષ્ટિ અને ઈશ્વરસૃષ્ટિ બેને ભિન્ન માનીએ તે જ આ પ્રશ્ન થાય નહિતર ન થાય. અને અહીં આનંદશંકરે છે કે એક ખુલાસે કરવા તેને ઉપયોગ કરે છે પણ વેદાન્તસિદ્ધાન્ત તરીકે તેઓ તેને સ્વીકારતા હોય એમ જણાતું નથી. પૃ. ૨૯૬ અને તેની આસપાસને સંદર્ભ જોતા ત્યાં એ વેદાન્તનાં જુદાં જદાં મંતવ્ય પ્રમાણે છેવત્વને ખુલાસે કરતા હોય એમ જણાય છે. પૂ. ૬૫રમે શંકરજયન્તીના વ્યાખ્યાનમાં તેઓ આને ઉત્તમ કોટિને સિદ્ધાન્ત માનતા નથી એમ સ્પષ્ટ થાય છે.
અહીં એક કરી પ્રશ્ન થવાનો સંભવ છેઃ છવ વિષય તરફ આકર્ષાય, અને વિષય જીવને આકર્ષ એ વરતુતાએ એક જ નથી? અને એ એક જ હોય તે તેને ઉદભવ એકમાંથી જ હે જોઈએઆને એક સ્કૂલ દષ્ટિએ જવાબ એ છે કે પગ અને પગને માફક આવતું મે એ બનેનાં ઉદ્ભવસ્થાને ભિન્ન હોઈ દે. પણ સારો જવાબ એ છે કે જીવની વિદ્યા અને ઈશ્વરની માયા એ બહાની એક જ શકિનનાં પરિણામ છે. અને તેથી આવી શકાને સ્થાન નથી.