________________
૫૮
ચાંદલિયે નજરે પડે છે, એટલે ઉપર બુદ્ધિની બાબતમાં જેટલા વિસ્તારથી ઉત્તર આપવો પડ્યો તેટલા વિસ્તારની અત્રે અપેક્ષા નથી. તથાપિ એટલું વિચારવું જરૂરનું છે કે પરમાત્માને બદલે “સત્ય” “સૌન્દર્ય” અને “સાધુતા' ની ભાવનાઓ જ પૂજવામાં આવે છે તેથી શું હૃદયને સૉષ ન થાય ? વિચાર કરતાં જણાય છે કે આ ભાવનાઓ ભાવી સ્થિતિની કલ્પના માત્ર હોય તો તે હૃદયને અવલંબ ન અપ શકે; એ અવલંબ મળવા માટે એ ભાવના નિત્ય સિદ્ધ હોવી જોઈએ—અને ભાવનાની નિત્યસિદ્ધતા એ જ પરમાત્માની સિદ્ધિ! “સત્ય” નથી તે ઉત્પન્ન કરવું એમ નહિ પણ “સત્ય છે તે બાળી કાઢવું એવા ઉદ્દેશથી સત્યાન્વેષીઓની પ્રવૃત્તિ થાય છે. અને આ સત એ ચિતને સાપેક્ષ હેઈ સત્યજ્ઞાનસ્વરૂપ પરમાત્માનું અસ્તિત્વ બતાવે છે. સૌન્દર્યને ઉત્તમોત્તમ નમૂને પણ સૌન્દર્યની પૂર્ણતાથી વિદૂર રહે છે. અને ઐહિક સૌન્દર્યનું ધ્યાન કરતાં કરતાં, એ સૌન્દર્યનું અધિષ્ઠાન માશુક, ધ્યાતાની આગળ પરમાત્મારૂપ બની જાય છે, એ એ જ બતાવે છે કે નિઃસીમ સૌન્દર્ય જ, પર અને પરમ સૌન્દર્ય જ–હદયને રસ પૂરેપૂરે ઝીલી શકે છે, એ જ એને સતાવી શકે છે. વળી સાધુ પુરૂષોનાં ઉત્તમોત્તમ દષ્ટાન લેશે તે એમાં પણ જણાશે કે જ્યારે સાધુતા જોડે બ્રહ્મભાવ જોડાય છે, ત્યારે જ એ સાધુતા હૃદયને પૂરેપૂરી સંતોષપ્રદ થાય છે. જૂઓ કે કૃણ બુદ્ધ ક્રાઈસ્ટ આદિ પુછો બ્રહ્મભાવે-–ઈશ્વરરૂપે- જ જગતમાં પૂજાય છે! પણ આ સાથે એ સ્મરણમાં રાખવાનું છે કે ભાવનાની પૂર્ણતા આ જગતથી તદ્દન વ્યતિરિક્ત સ્થાને –જગતથી ભિન્ન ઈશ્વરમાં–સિદ્ધ છે એમ નથીઃ જગતથી પર હોવા છતાં એ જગતમાં જ સિદ્ધ છે. અર્થાત જે ભાવના જગતથી પર છે તે જ ભાવના જગતનાં સત્ય સૌન્દર્ય અને સાધુત્વમાં, કુસુમમાં સૂત્રની માફક કે તણખામાં અગ્નિની માફક, પ્રવેશી રહી છે. અર્થાત આ જે જે સત્ય સન્દર્ય અને સાધુત્વનું દર્શન થાય છે એ વસ્તુતઃ એ પરમાત્મારૂપી સત્ય સુન્દર અને સાધુ પદાર્થનું જ દર્શન છે. માત્ર તે તે સત્ય સુન્દર અને સાધુ પદાર્થોને તે તે રૂપે ન ભજતાં એક અખંડ સચિત-આનન્દ પરમાત્મારૂપે ભજો એને સાક્ષાતકાર કરે, એ જીવનને, અસ્તિત્વનો પરમ ઉદ્દેશએમાં જ જીવનનું જીવનપણું, અસ્તિત્વનું અસ્તિત્વપણું.
દયને
જરાપ-
જ
ગતથી તે
વૈાર તે ત્યાં સુધી કહે છે “If there were no God, it would be necessary to invent one.” (ઈશ્વર છે, પણ કદાચ ન હોય તે કલ્પી લેવાની જરૂર છે.)