________________
ચાંદલિયો
૨૫૭ કર્યાને દંભ રાખે છે, પણ એ જ જડશાસ્ત્રોએ વગરજાયે ચેતનશક્તિની અધિકાધિક સિદ્ધિ કરી છે.
જડવાદીથી તદ્દન વિરુદ્ધ, છતાં ઈશ્વરને ન માનનારે એવો, ચોથો નિરીશ્વરવાદી કહે છે કે “સમસ્ત જગત એ હારી જ કરેલી સૃષ્ટિ છે.” વળી આજકાલ કેટલેક ઠેકાણે આ સિદ્ધાન્ત શાંકર વેદાન્તને નામે ચાલે છે એટલે એ વાદે કેટલીક પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી છે. પણ વસ્તુતઃ શંકરાચાર્યને વા એમના મુખ્ય અનુયાયીઓનો પણ આ સિદ્ધાન્ત નથી એમ અમે પૂર્ણ આગ્રહથી પૂર્ણ વિચાર કરીને પ્રતિપાદન કરીએ છીએ. આ વાદની નિર્બળતા સ્વતઃસિદ્ધ છે. કેશુ કહેશે કે સમસ્ત જગત એ “હારી” શબ્દઅંતર્ગત “હું” શબ્દના સંકુચિત અર્થમાં મહારી જ કરેલી સૃષ્ટિ છે? એ હું જ એક રીતે એ સૃષ્ટિને ભાગ નથી? એ સૃષ્ટિમાં પ્રત્યક્ષ થતા અનેક નિયમોથી “હું” અનેક રીતે નિયમિત છું એમ પગલે પગલે અનુભવ થાય છે. આ અનુભવને વ્યાઘાત કરી “હું” જ આ જગતનું કારણ છું એમ માનવું એ તે શાંકરવિજ્ઞાનવાદરૂપી મધુર અને મનહર કાક્ષાને કહાવડાવી, શડાવી, એની મદિરા કરી, પી, મસ્ત બની યથાર્થ વસ્તુનું ભાન ભૂલી જવું એ શિવાય બીજું કાંઈ જ નથી. વળી જોવાનું છે કે હું શિવાય સર્વને ઉડાવી દેતાં “હું” પણ ઉડી જાય છે, અને અધિષ્ઠાન શિવાય બીજું કાંઈ પણ અવશેષ રહેતું નથી, અને આ અધિકાન એ તે હુ માં છતાં બહુ થી પર એવો પદાર્થ –અર્થાત બ્રહ્મા, હુ નહિ.
આ રીતે આપણે જોયું કે નિરીશ્વરવાદ બુદ્ધિને સર્વથા અગ્રાહ્ય છે. પણ જેમ બુદ્ધિને અગ્રાહ્ય છે તેમ જ–અને એક રીતે કહીએ તો એ કરતાં પણ વધારે–હદયને અગ્રાહ્ય છે. આ વાત જગતના પ્રથમ કવિ અને તત્ત્વ ચિન્તકથી માંડી છેક ટેનિસન અને સિજવિક જેવા વર્તમાન સમયના શાન્ત અને નિષ્પક્ષપાત કવિ અને તત્વચિન્તક પર્યન્ત અનેક મહાન પુના ઉતારથી સિદ્ધ કરી અપાય એમ છે. આ વિશે ભાગ્યે જ બહુ મતભેદ *"Speak to him thou for He hears, and spirit with Spirit can meet. Closer is He than breathing, and nearer than hands and feet.”
Tennysor. “ In Memorian has impressed upon him (Prof Sidgwick) the ineffaceable and ineradıcable conviction that humanity will not and cannot acquiesce in a godless world."
Mini (January 1901) p. 4. ૩૩