________________
નવાં દર્શન
વિદ્વાન–એમ જ. પણ હવે સાયન્સની દષ્ટિમાં જે મહાન પરિવત થયો
છે તે એ જ કે હવે દ્રવ્ય (જડ) દેશ અને કાલ–એવા ત્રણ મૌલિક પદાર્થો મનાતા નથી. આ પરિવર્ત બે સંશોધનને અન્વયે થયો છે એક તે જડનું પૃથક્કરણ કરતાં, અને બીજું દેશ અને કાલનું વિવેચન કરતાં, આ પૃથક્કરણને પરિણામે જડ દ્રવ્ય એ વસ્તુ માત્રના તળમાં રહેલ એક પદાર્થ (“substance”) મનાતું મટી ગયું છે, અને દેશ અને કાળ એવા સ્વતન્ત પદાર્થો પણ, વિવેચન કરતાં, જણાતા નથી. અને એ સ્પષ્ટ થતું જાય છે કે આ વિશ્વને એક યત્ન
કહ્યું જાય એમ નથી. આ રીતે, જાને જડવાદ મરણ પામે છે. જિજ્ઞાસુ–દેશ અને કાલનું પૃથક્કરણ તે શું એ મને સમજાવો. Ether
(આકાશ) અને Space (દેશ) હવે લગભગ એક જ અર્થમાં વપરાય છે એ હું જાણું છું, અને કાળ સંબધી આપણું વિચારે હવે ફરી ગયા છે એ પણ હું જાણું છું. દેશ અને કાળ વચ્ચે શો
સંબધ છે એ કહેશો? વિદ્વાન–દેશ અને કાલના નવા તત્વવિવેચનના સંબંધમાં પ્રસિદ્ધ
નામ આઇનસ્ટાઇનનું છે. પણ આઈનસ્ટાઈન પિતે જ કહે છે તેમ એ વિવેચનને કેન્દ્રભૂત વિચાર મૂળ પેલા તેજસ્વી અને કલ્પક ગણિતશાસ્ત્રી મિર્કેરકી (Minkowski) ને છે. મિન્નેસ્કીન સિદ્ધાન્ત સમઝવાને ઉત્તમ માર્ગે જે પગલે પગલે એ સિદ્ધાન્ત
ઉપર એ આવ્યું એ પગલાં જોતા જવાનું છે. જિજ્ઞાસુ-એ લાંબા અને કઠિન માર્ગ છોડી દઈને કહે કે એણે છે
સિદ્ધાન્ત બાવ્યો? વિદ્વાન–મિકલ્સન–મેલિ (Michelson-Morley)ના પ્રયોગથી શરૂ
કરી આઈનસ્ટાઈન અમુક નિર્ણય ઉપર આવ્યા. એ એવા નિર્ણય ઉપર આવ્યો કે એક સ્વતન્ન દેશ કે એક સ્વતન્ત કાલ એવા કઈ પદાર્થ છે જ નહિ. એક માણસને દેશ અને એક માણસને કાલ બીજા માણસના દેશ અને કાલથી ભિન્ન છે. અર્થાત દેશ અને કાલ વસ્તુતઃ સાપેક્ષ પદાર્થો છે, જે એમની ગતિ ઉપર આધાર રાખે છે, પણ એમાં ઉતરવાની જરૂર નથી. સમજી લેવાની વાત આ છે કે સ્વતન્ન, નિરુપાધિક એવો કોઈ દેશ નથી, અને એવો કોઈ કાલ નથી–કે જેના ઉપર આપણો અનુભવ અવલખેલે હેય. આપણા ૨૧.
સમાની (Me , પેલા અને