________________
' નવા દર્શન
"૧૫
નવાં દર્શન [પશ્ચિમમાં આજકાલ અનેક ભૌતિક શાસ્ત્રોમાં સિદ્ધાન્તપરિવર્ત થઈ રહ્યા છે, અને એની અસર તત્ત્વજ્ઞાન ઉપર પણ પહોંચી છે. “ઈન્ડયન ફિલોસેફિકલ કેન્ગસ” ની મદ્રાસની બેઠક (૧૯૨૮) માં મહારા પ્રમુખ તરીકેના ભાષણમાં વર્તમાન યુરોપિયન તત્વજ્ઞાનનું મહે જે અવલોકન કર્યું હતું એને સાર વસન્તના વાચક આગળ મૂકવા હારી ઇચ્છા થતી હતી. પરંતુ એટલામાં જ ઉપર નિર્દેશેલા ભૌતિક શાસ્ત્રના સિદ્ધાન્તપરિવર્ત સંબધી એક બાલોપયોગી લેખમાળા અંગ્રેજીમાં મહારા વાંચવામાં આવી. તેથી પ્રથમ એ લેખમાલાને સાર વસન્તના વાચકને આપવો ઉચિત ધાર્યો છે.
તન્ની, ]
જિજ્ઞાસુ છેલ્લાં ત્રીસ વર્ષમાં બુદ્ધિ અને ધર્મના વિષયમાં મહાન પરિ
વર્તે જે મુખ્ય અસરને લીધે થયા છે એ વિષે આપનું શું કહેવું છે? અમે યુવક હતા તે સમય પછીથી આ વિશ્વ સંબન્ધી સિધાન્ત તદ્દન બદલાઈ ગયા સાંભળીએ છીએ, આ વર્તમાન વિચારના સ્રષ્ટા
તરીકે પાંચ છ નામ ન ગણ? વિદ્વાન–હું ગણાવું. પણ તે કરતાં પહેલાં, અસરે શી શી થઈ છે એ
આપણે સમઝી લેવું જોઈએ. જિજ્ઞાસ–એમાં પહેલું “સાયન્સ”. ડાર્વિનના ઉત્ક્રાન્તિ યાને વિકાસ
વાદે એક નવો જ વિચારયુગ દાખલ કર્યો, પણ તે તે ગઈ સદી
(ઇવી ઓગણીસમા શતકને માર કાળ) ની વાત. વિદ્વાન–બરાબર, અને હવે દરેક જણ વસ્તુઓછું જાણે છે જ કે
સાયન્સમાં અત્યારે એક અપૂર્વ અને ઉચ્છેદક પરિવર્ત થયો છે. 24107314 od hid Malhi "Revolution in Science"“સાયન્સમાં મહાન પરિવર્તઝ એ મથાળા નીચે ઘણું લખાતું આપણે જોઈએ છીએ, અને આ જોઈ થોડાક કઠણુ ભેજાના જડ
વાદીઓ સિવાય સહુ કેઈને આનન્દ થયો છે. જિજ્ઞાસુ-ખ. હવે સામાન્ય મનુષ્યને લાગે છે કે ધર્મને સાયન્સ તરફથી
ભય રાખવાનું કારણ નથી. બલ્ક, સાયન્સ જે એક વખત ધર્મના શત્રુસ્થાને હતુ તે હવે મિત્ર થયું છે.