________________
૧૫૮
જડવાદ અને ચૈતન્યવાદ “ દગ રસભર મેરે દિલ છાઈ રહી–
છાઈ રહી છલકાઈ રહી–દગ. ઝાંખ ઝપટ નિકા નવ કાંઈ
પલક પલક અણખાઈ રહી–દગ.” ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે!–
પૃથ્વી રહી છવાઈ પર્વતે રહ્યા નાહી,
સચરાચરે ભરાઈ રે–ગગને” શેય અને જ્ઞાતા–જેને શ્રીમદ્ભગવદ્ગીતામાં અન્ય સ્થળે ક્ષેત્ર અને ક્ષેત્ર કહ્યા છે—એ બંનેને “પ્રકૃતિમાં સમાવેશ થાય છે. પ્રકૃતિ શબ્દ અત્રે જડના અર્થમાં નહિ, પણ પરમાત્માની શક્તિ યા સ્વભાવના અર્થમાં વપરાય છે. જડ અને ચિત ઉભયને પ્રકૃતિમાં સમાવેશ કરવાનું કારણ એટલું બતાવવા માટે કે ઉભયમાં એક જ તત્ત્વ પરેવાએલું છે– એ તત્ત્વ તે ઉભયથી વિશાલ, ઉભયનું વ્યાપક–સંગ્રાહક, તત્વઃ પરમાત્માને સ્વભાવ પ્રકૃતિઃ પરમાત્મા પોતે જ,
“.......I have felt A Presence that disturbs me with the joy Of elevated thoughts: a sense sublime Of something far more deeply interfused, Whose dwelling is the light of setting suns, And the round ocean and the living air, And the blue sky, and in the mind of man : A motion and a spirit, that impels, All thinking things, all objects of all thought, And rolls through all things."
-Wordsworth
[ વસન્ત, શ્રાવણ ૧૯૫૯]