________________
૧૫૦.
પદર્શનમાં વેદાન્તનું સ્થાન એની ઉપયોગિતા સ્પષ્ટ, અને ધર્મના વિષયમાં ઈશ્વરનું અસ્તિત્વ બતાવીને અટકે, અને પછી ધાર્મિક કાર્યો અને જે જે સાધન સંપાદન કરવાં હેય તેને માટે દ્વાર ખુલ્લું મૂકે. પણ આવું દર્શન સામાન્ય ચાલતા ધર્મમાં આત્માને ટકાવી રાખે તે કરતાં અધિક જુસ્સો-ઉત્સાહ-પરાક્રમ પ્રેરી શકે નહિ. આ દર્શનનું પરિણામ એ આવે કે બ્રાઉનિગ કરતાં જુદા જ અને નિન્દ અર્થમાં– “God's in his heaven, all's right with the world." અને તેથી જ્યાં સુધી અન્ય દર્શન હાથ ન ઝાલે ત્યાં સુધી મુક્તિ અશક્ય– જે ચાલે છે તે ચાલ્યાં જ કરવાનું.
મેં આ ચર્ચામાં “ પૂર્વમીમાંસા'—જે “મીમાંસા'ને નામે સાધારણ રીતે પ્રસિદ્ધ છે–તે વિષે કાંઈ જ ન કહ્યું. તેનું કારણ હું આગળ એકવાર બતાવી ગયો છું. “મીમાંસા” એના મુખ્ય ભાગમાં તત્ત્વદર્શનના નામને પાત્ર નથી એમ કહીએ તે ચાલે. જેમાં કાંઈ પણ મનુષ્યના કર્તવ્યનું પ્રતિપાદન હેય એમાં ગર્ભિત રીતે તત્ત્વદર્શન તે આવે જ; પણ સ્કુટ તત્ત્વદર્શન એ જુદી જ વાત છે, અને તેને અભાવ હોવાથી “પૂર્વમીમાંસાને એ પદ મેં નિષેધ્યું છે. અન્ય દર્શને હામે ટકવાના પ્રયત્નમાંથી એમાં પણ પાછળથી થોડુંક તત્ત્વજ્ઞાન ઉભું થયું છે, પણ તે ગૌણ, અને તે “પૂર્વભીમાસાના મુખ્ય સ્વરૂપથી સ્વતન્ત્ર રીતે. શ્રુતિ-સ્મૃતિમાં પ્રતિપાદન કરેલાં જે વિહિત–નિષિદ્ધ કર્મો કરવાથી સ્વર્ગનરકાદિ પ્રાપ્ત થાય છે–એ કર્મોના વિધિનિષેધ તથા પદ્ધતિ (ક્રિયા) શામાંથી શી રીતે સમજવાં એ સંબધી નિયમો રચવાનો પ્રયત્ન એ પૂર્વમીમાંસાને પ્રધાન પ્રયત્ન છે. એક વખત એ હશે કે જ્યારે એ કામ એણે જનસમાજની અને વ્યક્તિની ખરી ધાર્મિકતા ખાતર માથે લીધેલું–આ બ્રાહ્મણમિશ્ર પ્રાચીન આરણ્યક અને ઉપનિષદના સમયમાં. ત્યાર પછી એ વખત આવ્યો કે જ્યારે એ જ્ઞાન ધૂમથી અગ્નિ ઢંકાઈ જાય એમ કર્મથી ઢંકાઈ ગયુ–જ્યારે લેકે (શ્રીમદ્ભાગવતને શબ્દ વાપરતાં) પૂપિચ એટલે ધૂમાઈ ગએલી બુદ્ધિવાળા થયા–અર્થાત યજ્ઞના ધૂમાડાથી જ્યારે એમની બુદ્ધિ અબ્ધ થઈ ગઈ હતી. આ સમયે તે “gણા શેર કહા ચશહપાર” ઈત્યાદિ વાકયોને, તેમ જ બૌદ્ધધર્મના અણેદયને. આ
ધર્માન્ત બુદ્ધિએ પશુહિંસામાં રસ લીધો એટલું જ નહિ, પણ ઈશ્વરને પણ , ન માન્યો ! બૌદ્ધધર્મની માફક, કર્મી પિતાની મેળે જ ફળ આપે છે સ્વર્ગનરકાદિક ઉપજાવે છે–એમ માન્યું, અને દેવતાઓ પણ કર્મને વશ થઈ રહેલા