________________
૧૪૮
યગ્દર્શનમાં વેદાન્તનું સ્થાન
"
'
આ સમષ્ટિસ્વરૂપના એક વા ખીજી રીતે પણ સ્વીકાર છે. (૧) વિશિષ્ટાદ્વૈતવાદી · ચિત્—આત્માઓ—ને અનેક તથા પરસ્પરભિન્ન માને છે, તથાપિ સર્વે મળી પરમાત્માના શરીરના એક ભાગ છે ( ખીજો ભાગ ‘અચિત્’=પ્રકૃતિ ) એટલું તો સ્વીકારે છે; અને એ શાખામાં આત્માએ પરમાત્માનું ધ્યાન કરવાનું તે પ્રકૃતિથી લેપાએ એક પુરુષ પ્રકૃતિથી સદા નિēપ એવા પુરુષાન્તર ( યાગના ‘પુરુષવિશેષ,' 'શ્વિર )નું ધ્યાન કરે એ રીતે નથી, પણ શરીરનું એક અંગ પેાતાના શરીરી અગીનું ધ્યાન કરે એ પ્રમાણે છે. (૨) શુદ્દાદ્વૈતવાદી પણ આત્માએને અનેક તથા પરસ્પર ભિન્ન માને છે, પણ સર્વે પરમાત્માના અંશ છે એમ કહે છે અને તેથી અંશે પેાતાના અશીનું ધ્યાન કરવાનું ઠરે છે. (૩) કેવલાદ્વૈતવાદમાં મિથ્યા ઉપાધિ ભાત્રે કરીને જ સર્વ ભેદ પ્રતીત થાય છે—વ્યષ્ટિઉપાધિને લઈ જે જીવ કહેવાય છે તે જ—સમષ્ટિઉપાધિને લઈ ‘ શ્વિર ' યા સગુણ બ્રહ્મ અને ઉપાધિરહિત સ્વરૂપે ‘ પદ્મદ્મ ’ યા નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. એટલે આ ત્રીજી શાખામાં સ્વરૂપભૂત પરમાત્માનું જ્ઞાન એ જ પરમ પુરુષાર્થ વા પરમ પુરુષાર્થને માર્ગ ઠરે છે—પરમાત્માનું જ્ઞાન એટલે કે, નહિ આત્માના પ્રકૃતિથી વિવેક માત્ર, અને નહિ પુરુષાન્તરના અનુગ્રહ કે પુરુષાન્તર સાથે—નિઃસંગપણારૂપી—સામ્યપ્રાપ્તિ.
.
ન્યાય અને વૈશેષિક દર્શના સાંખ્યના અનીશ્વરવાદથી જુદાં પડે છે— પણ તેઓ વેદાન્તની માફ્ક પરમાત્મજ્ઞાનને પરમ પુરુષાર્થ ઠરાવતાં નથી; કિન્તુ આત્મામા આવ્યન્તિક દુઃખસ સંપાદન કરવા એને જ પરમ પુરુષાર્થ કહે છે. એટલે જો કે પરમાત્માના અનુગ્રહ તેઓ ઇચ્છે છે તથાપિ છેવટની પ્રાપ્તિમાં તે પરમાત્માને બાજુ ઉપર જ રાખે છે. આ જીવ—શિના દ્વૈતવાદનું સ્વાભાવિક પરિણામ છે. યાગમાં એ પિરણામ આવ્યુ હતું, અને ન્યાય—વૈશેષિકમાં પણ આવે છે. કારણ એવું છે કે જે પુરુષાર્થ અન્તમાં પ્રકટાવવાના છે તેમાં પહેલેથી જ પરમાત્માને પ્રવેશ નથી રાખતા તે છેવટ · સુધી પરમાત્મા બહારના બહાર રહે છે, અને છેવટે જે સાધવાનું તે આત્માનું પેાતાનું જ—પરમાત્માના સંપર્કે વિનાનું—ઠરે છે. અર્થાત્ કે દ્વૈતવાદીઓને પરમ પુરુષાર્થ સ્વાભાવિક રીતે ‘individualistic 'હાય છે. અ¥ egoism, ’=‘ self-love ' રૂપ હાઈ કુલડી જેવડી પેાતાની જાતમાં જ પૂરા થઈ રહે છે, અને એમાં સંગત રીતે (consistently ) પરમાત્માને કશું જ સ્થાન રહેતુ નથી, અને તે ધાર્મિકતાથી વિમુખ
Y
"
1
ܐ