________________
વદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૪૭
તેથી એને પ્રકૃતિ અને પુરુષ એ બે કેટિને વિવેક કરવો એટલું જ સૂઝયું હતું. વેદાન્તની દૃષ્ટિ ઉભયની પાર ગઈ, અને ક્ષર અને અક્ષર યાને પ્રકૃતિ અને પુરુષ ઉભયને સ્વસ્વરૂપમાં અન્ય રૂપે સંગ્રહતો એવો ઉત્તમ પુરુષ –પરમાત્મા–નજરે પડે છે, અને તેથી વિવેકની પાર અભેદજ્ઞાનની આવશ્યક્તા પ્રતીત થઈ
ગશાસે સા ખ્યને અનીશ્વરવાદ ત્યજી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું હતું અને તેથી એ દર્શનમાં વિવેક ઉપરાંત ઈશ્વરના અનુગ્રહની ઇષ્ટતા કબૂલ થઈ હતી. પણ મૂળના સાખ્યદર્શનની અસર નીચે રહી જ્યાં સુધી એણે વિવેકને જ પરમ પુરુષાર્થ માન્યો ત્યાં સુધી ઈશ્વર-અનુગ્રહ તે માત્ર સાધનરૂપ જ ગણુ, અને છેવટનું સાધ્ય તે આત્માનું નિઃસંગપણ એ જ રહ્યું. વેદાન્તની અસર તળે આવતાં, ગદર્શને જીવ અને ઈશનો યોગ એને પરમ પુરુષાર્થ ગણે ખરે, પણ એ યોગને અર્થે ઘણીવાર એવો થતો કે પરમાત્માના જેવું આત્માનું નિર્સગપણ મેળવવું. વળી ઉભય શાખામાં ઈશ્વરને જીવથી તદ્દન જુદો માન્યો હતો, અને તેથી ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન તે વિષય ઉપર ઈન્દ્રિય ઠેરવવામાં આવે છે એ જ તરેહનું તેઓએ કહ્યું હતું, અને એ તરેહ બે વચ્ચે કેવળ જુદાઈની જ તેઓના સમજવામાં હતી.
વેદાન્તને આ વાત ગ્રાહ્ય ન થઈ. વેદાન્તસિદ્ધાન્ત પ્રમાણે, ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન બંને વાત કબુલ–પણ ઈશ્વરનું સ્વરૂપ યોગશાસ્ત્ર કચ્યું છે તેવું નહિ, અને તેથી ચિત્તનું પ્રણિધાન પણ પિતાથી તદ્દન જુદા પુરુષવિશેપમાં નહિ, પણ પુરુષ માત્રના પિતાના સમષ્ટિ સ્વરૂપમાં. વેદાન્તની વિશિષ્ટાદ્વૈત (રામાનુજાચાર્યનું છે, શુદ્ધાત (વલ્લભાચાર્યનું છે, અને કેવલાદ્વૈત (શંકરાચાર્યનું) ત્રણે શાખાઓમાં
મધ્વાચાર્યના કૈનને વેદાન્ત એટલે કે ઓપનિષદ દર્શનનું નામજ છાજતું નથી. કારણ કે, જો કે એ ઉપનિષદ્-વેદાન્તના વાક્યનો આધાર ટકે છે, તથાપિ એ વાકયો એમના સિદ્ધાન્તને ખરૂ જોતાં એટલાં બધાં પ્રતિકૂલ છે કે એ આધાર લેવાનો પ્રયાસ મૂળથી જ ખોટો છે. અન્ય ત્રણ શાખાઓને દરેકના પિતા પોતાના મતને સમર્થક કાઈક કાઈક ઉપનિવમા મળી આવે છે જ, અને એમાં કેટલાંક વાકયને મુખ્ય ગણું બાકીના વિરુદ્ધ લાગતાં હોય તેને મુખ્ય સાથે ઘટાવી લેવા એ પ્રકારના પ્રયત્ન થાય છે, જે સર્વથા નિરાધાર નથી.