________________
૧૩૪
વિવેક અને અભેદ
માન્યાં કે મુશીબત ઉપજી. વસ્તુતઃ “સત અને “ચિત” એક બીજામાં સમાયેલાં છે એમ માનવાથી વસ્તુસ્થિતિને અનુસરાય છે, અને તે જ સાથે વૃથા મુશીબત ઊપજતી અટકે છે.
આ ખામીથી–સત અને ચિતના દૈતની ખામીથી–હેગલનું તત્ત્વજ્ઞાન મુક્ત છે. બલ્ક એ બેનું અદ્વૈત પ્રતિપાદન કરવું એ જ એના સિદ્ધાતનું પરમ તાત્પર્ય છે.
આત્મા–અનાત્મા, યા ચિત-અચિત, અને ઉભયથી પર હોઈ ઉભયમાં અનુસ્યુત પરમાત્મા, એ અદ્વૈત-તવત્રયને સ્વીકાર એ હેગલનો સિદ્ધાન્ત આજકાલ માન પામતે સિદ્ધાત છે. પરંતુ શાંકર સિદ્ધાતને તત્ત્વજ્ઞાનનું શિખર માનનાર આ લેખકને હેગલના સિદ્ધાન્તમાં એક મેટી અસંગતિ લાગે છે. હેગલ પરમ તત્ત્વને વિશેષાતીત–વિશેષ થકી પર (Absolute) માને છે, તે જ સાથે એને વિશેષમાં અનુસ્મૃત–સવિશેષ પણ માને છે, અને વળી એ વિશેષને સત્ય માને છે. વિશેષોની અને વિશેષાતીત પદાર્થની સત્તા સમાન નથી એ હેગલ–સિદ્ધાન્તવાળા કબુલ કરે છે. એકની સત્તા ઉતરતી છે, અને બીજાની ચઢી આતી છે એમ કહે છે. પરંતુ સત્તાના ચઢતા–ઊતરતા૫ણુનો શો અર્થ થાય છે એ સંબધે તેઓ વિચાર કરતા નથી. ઊતરતી સત્તાને અર્થે જ એ થાય છે કે ચઢીઆતી સત્તા આગળ તેનું મિથ્યાત્વ સિદ્ધ છે–ચઢીઆનું દૃષ્ટિબિન્દુ પ્રાપ્ત થતાં ઊતરતા દૃષ્ટિબિન્દુને અવકાશ જ રહેતું નથી. હેગલ જેને Absolute યા પર દષ્ટિબિન્દુ કહે છે, એ જ્ઞાતા (Subject) અનેય (Object)નાં દષ્ટિબિન્દુને સરવાળો નથી, પણ બંનેના સમન્વયમાંથી પ્રત્યક્ષ થઈ આવતા પર પદાર્થનું દૃષ્ટિબિન્દુ છે. અર્થાત, ત્રણે દષ્ટિબિન્દુ સરખી રીતે છે' કહી શકાય એમ નથી–નીચેનાં દૃષ્ટિબિન્દુઓ ઉચ્ચ દષ્ટિબિન્દુમાં સમાઈ જાય છે. જેમકે મસ્યામાંથી ક્રમે ક્રમે મનુષ્યની ઉત્પત્તિ થઈ છે, ત્યાં ભસ્યનું દૃષ્ટિબિન્દુ અને મનુષ્યનું દષ્ટિબિન્દુ પ્રાપ્ત થતાં મત્સ્યનું દષ્ટિબિન્દુ મિથ્યા બને છે. માટે શંકરાચાર્ય બ્રહ્મને વિશેષાતીત માને છે, વિશેષમાં અનુસ્મૃત પણ માને છે, પણ વિશેષ્યને મિથ્યા માની બ્રાની નિર્વિશેષતાને અબાધિત સ્થાપે છે. બે તત્વ થકી પર તૃતીય તત્ત્વ શોધી કાહવાનું પ્રયોજન જ એ છે કે બંને તત્ત્વના દૃષ્ટિબિન્દુને ખોટાં સમજી ઉચ્ચતર–તૃતીય--દષ્ટિબિન્દુને પ્રાપ્ત કરવું. જગતને સત્ય માનીને ચાલનાર