________________
હેગલ
૧૩૨
વિવેક અને અભેદ “દષ્ટિસૃષ્ટિવાદ” યા “એકજીવવાદ” બની રહે છે. (આ વિચારની છઠ્ઠી ભૂમિકા.) ફીસ્તનું તત્ત્વજ્ઞાન “વાદ” “સિદ્ધાન્ત,” “જ્ઞાન” એ નામને પણ પાત્ર
નથી; “વાદ,” “સિદ્ધાન્ત,” “જ્ઞાન” એ જ્ઞાતા ઉપરાંત જ્ઞાતા સાથે મૂળથી જ સાપેક્ષ સંબદ્ધ ગેય પદાર્થની અપેક્ષા
કરે છે. “તમે” ન હો, “આ ન હોય, તો હું પણ ન બને. “હું” છે એવો “હું” ને વાદ-સિદ્ધાન્ત સ્થાપવા જતાં જ “તું”
આ” આવીને ઊભું રહે છે. “હું” અને “આ” ઉભયના દૈતમાં જ ખરું અદ્વૈત રહેલું છે. આ હેગલને સિદ્ધાન્ત. (આ વિચારની સાતમી ભૂમિ- . કાને દક્ષિણ ખંડ.).
હવે હ્યુમના મુખ્ય વંશજો તરફ વળીએ. ઇંગ્લંડમાં હૂમ પછી આગળ વધતાં જૈન સ્યુઅર્ટ મિલનું નામ આવે છે. મિલની ખ્યાતિ ન્યાયશાસ્ત્ર,
નીતિશાસ્ત્ર, અને રાજ્ય–શાસ્ત્રમાં છે. તત્ત્વચિન્તક તરીકે મિલ તે એ સૂમના સિદ્ધાન્તને જ અવલંબ કરે છે. પરંતુ
એના તરફથી હામાં પક્ષને અપાતી કબુલાત જાણવા જેવી છે. મિલ (ભાસ)સન્તાન અને જ્ઞાન(ભાન) સતાન એવા બે સન્તાન (પ્રવાહ) સ્વીકારે છે, અને શ્રમને અનુસરી, એ સન્તાનોની પાછળ અધિકાન–આલય (આશ્રય) માનવાનું કાઈ જ કારણ નથી એમ કહે છે. પરન્તુ તે જ સાથે, “ભાસ ઉપજાવવાની સ્થિર ગ્યતાનું અસ્તિત્વ સ્વીકારી એ ગ્યતાના આશ્રયભૂત પદાર્થનું અસ્તિત્વ અજાણ્યે સ્વીકારી દે છે. સિદ્ધાન્તહાનિ ઉત્પન્ન કરનારી આવી ભૂલ ફ્રેંચ વિદ્વાન કત કરતો
નથી. આ ભાસમાન–દસ્ય-જગતની પાછળ"અધિષ્ઠાન ઊંત છે એ વાત એને કબુલ નથી. જે છે તે આ દેખાય છે
તે જ છે. એની પાછળ (અધિષ્ઠાન) કાંઈ નથી, છે તે તે અય હેઈ, નથી જ; તેમ એની હામે (દ્રષ્ટા) પણ કાંઈ નથી. . આ લેખકના મતમાં “એકજીવવાદ”ને એકછવ તે કેટલાક વેરાતીઓ સમજે તેમ આ નહાને સરખો “હું” નહિ, પણ હિરણ્યગર્ભ (Cosmic soul)–એમ થ ઘટે છે. અને આ માનવું મધુસુદનસરસ્વતીકત “અદ્વૈતસિદ્ધિ’ જેવા આકરગ્રન્થના મનનપૂર્વક થયું છે. ફીતે પણ આ વિશાલ આત્માને જ અનાત્માને ઉપસ્થાપક માને છે.
એકવવાદ” અને “દષ્ટિસૃષ્ટિવાદ સંબદ્ધ છે.