________________
વિવેક અને અભેદ
૧૩૬
કાન્ટના મગજને મધ્યું, અને એ ઉપર બુદ્ધિવડે રીતસર વિચાર કરતાં કાન્ટને જણાયું કે દૃશ્ય જગતનું સ્વરૂપ–એને આકાર–હારા અન્તઃકરણથી જ નિર્માએલો છે, એનું તત્ત્વ–એનું સ્વતઃસિદ્ધ પિતાપણું–કાંઈક, અય અનિર્વચનીય છે; જેમ સંચામાં એક છેડે રૂ નાંખીએ એ બીજે છેડે કાપડ રૂપે વણાઈને નીકળે, તેમ બહારથી કાંઈક આવી આપણું અન્તઃકરણમાં પડે છે, અને ત્યાં તે રૂ૫-આકાર પામે છે. આ રીતે કાને આત્મા–અના
ભાના વિવેકથી ન અટકતાં, તેમ એ બંનેને નિધિષ્ઠાન આભાસ માત્રમાં 'નિષેધી ન દેતાં, એ વિવેક અને એ નિષેધ બંનેની પાર જઈ અનાત્મા • આત્માથી અત્યન્તભિન્ન નથી, તેમ અનાત્મા આત્માને ધર્મસમૂહ જ નથી, પણ અનાત્માનું સ્વરૂપ—અનાત્માને આકાર–આત્માને બનેલો છે એવું લગભગ અદ્વૈત પ્રાપ્ત કર્યું. “લગભગ” કહેવાનું કારણ એટલું જ કે અનાત્મા સર્વથા આત્માને બનેલું છે એમ ન માનતાં, અનાત્માને આકાર માત્ર આત્માથકી ઘડાએલો–આત્માને બનેલો છે, અર્થાત આપણે જેને અનાત્મા વા આ દશ્ય જગત કહીએ છીએ તે જે કે આત્માનું બનેલું છે પણ એ દસ્ય જગતની પાર કાંઈક અનિર્વચનીય સ્વતસિદ્ધ પદાર્થ રહેલો છે કે જે આત્માના પ્રદેશની બહાર છે. આવો કાષ્ટને સિદ્ધાન્ત હતે. અર્થાત હજી પણ દૈત રહ્યું. અનાત્મપદાર્થ સર્વથા વિલય ન પામ્યો, તેમ એના અસ્તિત્વને વિચાર કે ખુલાસે પણ ન થયું. એકરસ અત ન થતાં, એ અદ્વૈતમાં કાંઈક વગરઓગળેલી કશું રહી ગઈ. પણ ડેકોર્ટ અને સ્પિોઝા કરતાં, તેમ જ લાક બાર્કલિ અને શ્રેમ કરતાં, કાન્ટ વિચારક્રમમાં એક પગલુ આગળ ભર્યું એમાં તે સંદેહ નહિ જ. (કાન્ટનું તત્ત્વજ્ઞાન એ વિચારની પાંચમી ભૂમિકા.)
કાન્ટની મુશીબતમાંથી મુક્ત થવા કેટલાકે, જેમકે ફીસ્તએ અના
ભાને સર્વથા આત્માનો ઉપસ્થાપેલો માન્યો. આ વિચાર ફતે ખરેખર બહુ ભવ્ય લાગે છે. આખું જગત્ મનોવિલાસમાત્ર
થઈ રહે છે! આ જ વિચાર કાંઈક બાલિએ પ્રતિપાદન કર્યો હતો. પણ બાલિના સિદ્ધાન્તમાં આ મનેવિલાસ પરમાત્મા ઉપર આધાર રાખે છે, અને ફીસ્તના સિદ્ધાન્તમાં એ મનેવિલાસ આત્મામાંથી જ ઉદ્ભવે છે એટલે બાકિલ કરતાં ફીસ્તમાં અદ્વૈતવાદ વિશેષ છે. આ પ્રમાણે આત્મા–અનાત્માના વિવેકને બદલે અનાત્મા–આત્માનો કલે છે એવો એક પ્રકારને અદ્વૈતસિદ્ધાન્ત પ્રાપ્ત થયો. ફીસ્તનું અદ્વૈત એ આપણો